અકસ્માત:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે ટ્રકો વચ્ચે ટક્કર થતા એક ડ્રાઈવરનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • અન્ય ડ્રાયવર ગંભીર ઇજાગ્રસ્ત થતા રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો

અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરાણા નજીક બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે સવારે હિંડોરાણા નજીક બે ટ્રક સામસામે અથડાઈ હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. 108 અને રાજુલા પોલીસની ટીમ પણ ઘટનાસ્તળ પર પહોંચી હતી. જોરદાર ટક્કરના કારણે બંને ટ્રકની ડ્રાઈવર કેબીનને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજો થતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...