'મુન્નાભાઈ MBBS' ઝડપાયો:અમરેલીના બગસરાના જુના વાઘણીયા ગામમાંથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોકટર પાસેથી એલોપેથિક દવાનો જથ્થો મળી આવ્યો

ભાવનગર રેન્જ આઈ.જી. દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેર્કીંગ હાથ ઘરી ગેરકાયદેસર મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ વડાઓને સૂચના આપી હતી. અમરેલી એસપી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેક્ટિસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામા આવતા અમરેલી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. એસ.એમ.સોની એસ.ઓ.જી. તથા ટીમ દ્વારા એ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી,એસ.ચાર્ટર લગત પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી મળતા જુના વાઘણીયા ગામે ગોપાલ ચોક વિસ્તારમાં ગોબરભાઇ વાઘાભાઇ ગઢીયાનાં રહેણાંક મકાન ભાડેથી રાખી બાવાજી ક્લિનિક નામનુ ગેરકાયદેસર દવાખાનુ ચલાવતા હોય જેના કારણે આરોગ્ય ટીમ ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા એલોપેથીક દવાઓ દવાની બોટલો, ઇન્જેક્શન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં એસ.ઓ.જી.ટીમને સફળતા મળી છે. જેમાં પકડાયેલ આરોપી વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત, ધંધો-ડૉકટર રહે.બગસરા

કબ્જે કરેલ મુદ્દામાલ
પકડાયેલ ઈસમ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત બગસરા વાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-59 કુલ કિં.15,085ના મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવ્યા છે. આ ઇસમ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી અર્થે બગસરા પોલીસને સોંપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...