6 ગામમાં પ્રથમ વખત યોજાયો રક્તદાન:એક એવા ડોકટર જેણે ગ્રામિણ વિસ્તારમાં ચલાવ્યું રકતદાન માટેનું મહાઅભિયાન

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાવંડની પ્રેરણા લઇ અન્ય આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હવે રકતદાન કેમ્પ યોજી રહ્યો છે. સાવરકુંડલાના ઘોબા જેવા નાના ગામમા પણ કેમ્પ યોજાતા 30 લોકોએ રકતદાન કર્યુ હતુ. હવે 12મી તારીખે હાથીગઢમા કેમ્પનુ આયોજન કરાયુ છે. - Divya Bhaskar
ચાવંડની પ્રેરણા લઇ અન્ય આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હવે રકતદાન કેમ્પ યોજી રહ્યો છે. સાવરકુંડલાના ઘોબા જેવા નાના ગામમા પણ કેમ્પ યોજાતા 30 લોકોએ રકતદાન કર્યુ હતુ. હવે 12મી તારીખે હાથીગઢમા કેમ્પનુ આયોજન કરાયુ છે.
  • ગ્રામિણ યુવાનોની ગામે ગામ મિટીંગ બોલાવી રકતદાન માટે કર્યા તૈયાર
  • 6 ગામમાં પ્રથમ વખત યોજાયો રક્તદાન કેમ્પ : સફળતાથી પ્રેરાઇ અન્ય ગામમાં પણ કેમ્પ શરૂ

આમ તો લાઠી તાલુકાના ચાવંડ ગામમા નાનુ એવુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. પરંતુ અહીના ડોકટર મુકેશ સિંઘની લોકપ્રિયતા આજુબાજુના ગામોમા ગજબ છે. કારણ કે આ ગ્રામિણ લોકો માટે ડો. સિંઘ અડધી રાતનો હોકારો છે. એક વર્ષ પહેલા ડો.સિંઘને બાયપાસ સર્જરી કરાવવી પડી. કુદરતે જાણે તેમને નવુ જીવન આપ્યું. આમ તો તેઓ સેવાના પર્યાય છે. પરંતુ નવુ જીવન મળ્યાં બાદ બાકીનુ જીવન હવે તેમણે લોક કલ્યાણ માટે ખર્ચવાનુ પસંદ કર્યુ. અને ગ્રામિણ વિસ્તારમા બ્લડ ડોનેશન વિશે એક નવી ચેતના જગાવી છે.

ગ્રામિણ પ્રસુતા મહિલા કે થેલેસીમીયાના દર્દીને લોહી માટે ભટકતા જોઇ તેમણે શહેરોની સાથે સાથે ગ્રામિણ પ્રજા પણ બ્લડ ડોનેટ કરે તો રકતની ઘટ પુરી થાય તેવા ઉમદા વિચાર સાથે પોતાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા 12 ગામોમા એક વર્ષના ગાળામા 365 લોકોને રકતદાન કરાવવાનો સંકલ્પ કર્યો. ચાવંડ અને શેખ પીપરીયામા તો રકતદાન કેમ્પ કર્યા જ સાથે સાથે હિરાણા, નાના રાજકોટ, પીપળવા, નારાયણનગર વિગેરે ગામોમા પણ પ્રથમ વખત રકતદાન કેમ્પ થયા.

આવનારા ત્રણ માસમા વધુ ચાર ગામમા કેમ્પ યોજાશે. ડો.સિંઘે દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે નાના ગામડાઓમાથી 219 બોટલ રકત એકઠુ થયુ છે. 31 ડિસેમ્બર સુધીમા 365 બોટલથી વધુ રકત એકઠુ કરીશું. અમે ગામડાઓમા માઇક દ્વારા તથા યુવાનોની મિટીંગ બેાલાવી તેમને રકતદાન માટે પ્રેરણા આપીએ છીએ.

જરૂરીયાતમંદ સુધી પહોંચાડ્યંુ રક્ત
ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ મોટા પ્રમાણમા રકતદાન કરાવી રહી હોય જયારે આ ગ્રામ્ય વિસ્તારમાથી કોઇ ઇમરજન્સી દર્દીને રકતની જરૂર પડે ત્યારે ડોકટરના કહેવાથી અમરેલી મેડિકલ કોલેજની બ્લડ બેંક દ્વારા દર્દીને વિનામુલ્યે રકત અપાઇ રહ્યું છે.

3બ્લડ ડોનરોના ગૃપ બનાવી કરી મદદ
ચાવંડ પીએચસીના સ્ટાફ દ્વારા સોશ્યલ મિડીયામા બ્લડ ડોનરોના ગૃપ બનાવાયા છે. અને કોઇપણ ગૃપના બ્લડની જરૂર હોય ત્યારે આ પ્લેટફોર્મની મદદથી રકતદાતા શોધી લેવામા આવે છે. એક વખત રકતદાન કરનારા યુવાનો બીજીવાર ઝડપથી રકતદાન કરવા રાજી થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...