કાર્યક્રમ:આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને વિવિધ કિટનું વિતરણ કરાશે

અમરેલીમાં આવતીકાલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. અમરેલીના લીલીયા રોડ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયાના અધ્યક્ષતામાં સાંસદ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. અહી 5 દીકરી વધામણાં કીટ, 38 માતા યશોદા એવોર્ડ, 180 વ્હાલી દીકરી સહાય મંજૂરી હુમક, 2 ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના સહાય હુકમ, મહિલાઓ માટેની 1000 બેગ, 1000 જેટલી આઈઈસી મરીટીયલ કીટનું વિતરણ કરાશે.આ તકે પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલીયા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ અજવાળીબેન પડસાળા વિગેરે અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...