અમરેલી જિલ્લામા લાંબા સમય બાદ ફાયર અધિકારીની નિમણુંક કરવામા આવી છે. ત્યારે હવે અમરેલી નગરપાલિકા દ્વારા અહી જિલ્લાકક્ષાનુ ફાયર સ્ટેશન બનાવવા કાર્યવાહી હાથ ધરવામા આવી છે. અહી જિલ્લાકક્ષાનુ ફાયર સ્ટેશન બને તે માટે ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા અને મુકેશભાઇ સંઘાણીએ પ્રયત્નો હાથ ધર્યા હતા. ભકિતનગર વોટર વર્કસની બાજુમા પડતર જમીન પડી હોય પાલિકા દ્વારા જિલ્લા કલેકટર પાસે તેની માંગણી કરાઇ હતી અને કલેકટર દ્વારા આ જમીન ફાળવી પણ દેવામા આવી છે.
પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવાએ જણાવ્યું હતુ કે આ સ્થળે રૂપિયા પાંચ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનુ ફાયર સ્ટેશન બનાવવામા આવશે. આ ઉપરાંત અહી સ્ટાફ કવાર્ટરનુ પણ નિર્માણ કરવામા આવશે. જેના પગલે માત્ર અમરેલી શહેર નહી પરંતુ જિલ્લાના કોઇપણ સ્થળે આગની ગંભીર દુર્ઘટના બને ત્યારે ઝડપી મદદ મળી રહેશે.
અમરેલી પાલિકા પાસે ચાર ફાયર ફાઇટર
હાલમા અમરેલી નગરપાલિકા પાસે કુલ ચાર ફાયર ફાઇટર છે. જે પૈકી ત્રણનો અમરેલી શહેરમા ઉપયોગ થઇ રહ્યો છે. જયારે એક ફાયર ફાઇટર બાબરા પાલિકાને અપાયુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.