• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A District Coordination And Grievance Redressal Committee Meeting Was Held In Amreli, The District Collector Made Suggestions For Redressal Of The Problem

બેઠક:અમરેલીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જિલ્લા કલેક્ટરે સમસ્યા નિવારણ માટે સૂચનો કર્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પદાધિકારીઓની રજૂઆતો સાંભળી અને સંબંધિત કચેરીઓને તે સમસ્યાઓના નિવારણ માટે સૂચનો કર્યા હતા.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય વિરજી ઠુંમર, ધારાસભ્ય જે.વી. કાકડિયા દ્વારા અમરેલી જિલ્લાના જુદાં-જુદાં વિસ્તારના રસ્તા, પાણી, વીજળી, બસ સુવિધા, ગૌચર, દબાણ, જમીન સંબંધિત પ્રકરણો સહિતની બાબતોને લગતા વિવિધ પ્રશ્નો જણાવી તેના ઝડપી નિવારણ માટે રજૂઆત કરી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું સંચાલન અધિક જિલ્લા કલેક્ટર આર. વી. વાળાએ કર્યુ હતું.

વિવિધ પ્રશ્નો અંગે જરુરી સૂચનાઓ અપાઈ
આ બેઠકમાં વિવિધ કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે વિવિધ કચેરીઓના પેન્ડિગ અને એવેઇટીંગ કેસો, ચૂકવણા, વસૂલાત, પેન્શન કેસ, આર.ટી.આઈ સહિતના પ્રશ્નો અંગે જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકના અંતે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ કચેરીઓના અધિકારી- કર્મચારીઓને આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ રહેવા જણાવ્યું હતું. તેમજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ કરવાની થતી કાર્યવાહી માટે જરુરી માર્ગદર્શન આપી ઘટતું કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...