ફરિયાદ:ખેતરમાં ઝેરી દવાની ઝણ ઉડવા મુદ્દે દંપતિને માર માર્યો

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજુલા તાલુકાના ઝાંઝરડા ગામનો બનાવ
  • શેઢા પાડોશી શખ્સે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી

રાજુલા તાલુકાના ઝાંઝરડામા રહેતા એક વૃધ્ધ અને તેના પત્નીને ખેતરમા ઝેરી દવાની ઝણ ઉડવા મુદે અહી જ રહેતા શખ્સે મારમારી ગાળો આપી ધમકી આપતા આ બારામા તેની સામે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

દંપતિને મારમાર્યાની આ ઘટના રાજુલાના ઝાંઝરડામા બની હતી. અહી રહેતા ભુપતભાઇ રણછોડભાઇ જીંજાળા (ઉ.વ.65) નામના વૃધ્ધે રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે થોડા દિવસ પહેલા તેના ખેતરમા ઘાસ બાળવાની દવાનો છંટકાવ કરેલ જેથી ઝેરી દવાની ઝણ ઉડવાથી બાજુના ખેતરમા કપાસની બે ઓળ બળી ગઇ હોય તે મુદે રાજા પાતાભાઇ વાઘ નામના શખ્સે તેની સાથે બોલાચાલી કરી હતી.

આ શખ્સે ઉશ્કેરાઇ જઇ વૃધ્ધને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ વૃધ્ધના પત્નીને પણ મારમાર્યો હતો. આ ઉપરાંત ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે એએસઆઇ એન.બી.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...