તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમરેલી જિલ્લામાં ગઈકાલે ચાર સ્થળ પર રેલ રોકવાનો પ્રયાસ થતા રેલવે દ્વારા ફરિયાદ નોંધવામા આવી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અંબરીશ ડેરના આંદોલનના સમર્થનમાં કરાયો હતો વિરોધ

અમરેલીના રાજુલા શહેરમાં રેલવેની જમીન નગરપાલિકાને મળે તે માટે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આંદોલન ચલાવવામા આવી રહ્યું છે. તેમ છતા રેલવે તરફથી કોઈ પ્રત્યુતર ના મળતા કૉંગ્રેસ દ્વારા ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં રેલ રોકો આંદોલનનું એલાન કરાયું હતું. ત્યારે અમરેલી જિલ્લામાં ચાર સ્થળો પર ટ્રેન રોકવાનો પ્રયાસ થતા રેલવે વિભાગ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામા આવી છે.

કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજુલા સીટી સ્ટેશન,વિજપડી સ્ટેશન,સાંજણાવાવ,ભાવનગર પરા વિસ્તાર આ વિસ્તારમાં કેટલીક મિનિટો સુધી ટ્રેન કાર્યકરો દ્વારા રોકાવી હતી તેની સામે અજાણીયા ઈસમો વિરુદ્ધ રેલવે વિભાગ દ્વારા રેલવે એક્ટ મુજબ 145(B)146,147,174(A) મુજબ અલગ અલગ 4 સ્થળનાં ગુન્હા નોંધી કાર્યવાહી હાથ ધરી છે

વીડિયોના આધારે વ્યકિતઓની ઓળખ કરાશે
રેલવે પોલીસ પાસે મોટાભાગના વીડિયો ગ્રાફી અને ફોટો ગ્રાફી છે તેના આધારે ટ્રેન રોકનારા લોકોની ધરપકડ કરવામા આવશે. કેટલાક વિરોધ પ્રદર્શન કરનારા લોકોના નામ સહિતની માહિતી પણ રેલવે દ્વારા મોડી રાતે મેળવી લીધી છે. ટ્રેન રોકનાર લોકોની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી ટુક સમય માં શરૂ થવાનુ રેલવે વિભાગ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે.

અઠવાડિયામા બીજી વખત રેલવે એ ફરિયાદ દાખલ કરી
થોડા દિવસ પહેલા જ બર્બટાણા રેલવે સ્ટેશન ઉપરથી ધારાસભ્ય અંબરીશ ડેરની ધરપકડ કરાય હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા અલગ અલગ જગ્યા એ ટ્રેન રોકાવી ત્યારે પણ ગુન્હા દાખલ કર્યા હતા. આજે ફરી રેલવે દ્વારા બીજી વખત ગુન્હા દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કાર્યકરો નો આભાર માન્યો
​​​​​​​ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી જે લોકો એ ટ્રેન રોકાવી રાજુલા શહેર માટે તે કાર્યકરો મિત્રો કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો. સરકાર સુધી વાત પોહચાડવા માટે પ્રયાસ કર્યો હતો સત્યના સમર્થનમાં સહભાગી થવા બદલ આભાર અને 16 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા.

અન્ય સમાચારો પણ છે...