• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Complaint Has Been Lodged Against An ISM In Rajula's Barbatana Village Over A Video Of A Lion Sighting, With More People Likely To Be Implicated.

સિંહની પજવણી મામલે વનવિભાગ સક્રિય:રાજુલાના બર્બટાણા ગામમાં સિંહ દર્શનના વીડિયોને લઇને એક ઇસમ સામે ફરિયાદ નોંધાઇ, વધુ લોકોની સંડોવણી ખુલવાની સંભાવના

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલાના બર્બટાણા ગામમા સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી સિંહની પજવણી કરતો વીડિયો વાઇરલ થયો હતો
  • સિંહ દર્શન અને પજવણી કરનારા તત્વો ફરાર, હજુ એકથી ત્રણ શખ્સોની સંડોવણી ખુલવાની સંભાવના

અમરેલી જિલ્લામાં સિંહની પજવણી થતા વીડિયો સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. 2 દિવસ પહેલા રાજુલાના બર્બટાણા ગામમા સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી સિંહની પજવણી કરતો વીડિયો વાઇરલ થયો હતો. જેના બાદ પાલીતાણા શેત્રુંજી ડિવીઝનમાં ડી.સી.એફ. જયન પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જો કે આ વીડિયોની રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા તપાસ કરતાં બર્બટાણા ગામના 1 શખ્સનું નામ ખુલતાં રાજુલા વનવિભાગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જો કે આ સિંહ દર્શન અને પજવણી કરનારા તત્વો ફરાર થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ વીડિયો અંગે હજુ એકથી ત્રણ શખ્સોની સંડોવણી ખુલી શકવાની સંભાવના છે.

રાજુલા ઇન્ચાર્જ આર.એફ.ઓ. જીંજુડીયાએ આ અંગે કહ્યું હતું કે આ વીડિયોને લઇને 1 શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, તે શખ્સ ફરાર હોવાના કારણે તેની શોધખોળ ચાલી રહી છે. વધુ તપાસ દરમિયાન આગળના નામ ખુલશે. સિંહની પજવણીના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. જેના કારણે વનવિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. આવતા 24 કલાક દરમિયાન વધુ શખ્સો વનવિભાગની રડારમાં આવી શકે છે, જેના માટે વનવિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...