ગૌરવ:કોલેજની છાત્રાએ સંસ્કૃત વિષયની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય છાત્રાઓએ પણ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની ટીવાયબીએ સેમ-6ની ફાઇનલ પરીક્ષામા સંસ્કૃત વિષયમા જાગૃતિ ગોહિલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત અન્ય ચાર છાત્રાઓએ પણ ટોપ ટેનમા સ્થાન મેળવ્યું હતુ.

મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની ટીવાયબીએ સેમે-6મા ફાઇનલ પરીક્ષામા ગોહિલ જાગૃતિએ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ગોપી જાવીયા, દ્રષ્ટિ ઠેસીયા, આશિકા ઠેસીયા, જાગૃતિ મહેતાએ પણ ટોપ ટેનમા સ્થાન મેળવ્યું હતુ. ગત વર્ષે પણ કોલેજની હિના સોલંકી અને દિવ્યા હિંગુએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજનુ ગૌરવ વધાર્યુ હતુ.

વિદ્યાર્થીનીઓની આ સિધ્ધી બદલ સંસ્કૃત વિભાગના પ્રા.ડો.વિલાસબેન સોરઠીયા, ડો.બી.આર.ચુડાસમા, વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, ડો.જે.બી.જસાણી, કિશોરભાઇ મહેતા, મનસુખભાઇ ધાનાણી, ચતુરભાઇ ખુંટ, હસમુખભાઇ પટેલ વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમા આ છાત્રાઓને સન્માનવા એક વિશેષ કાર્યક્રમનુ પણ આયોજન કરાશે તેમ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.બી.આર.ચુડાસમાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...