અમરેલીના રાજુલા શહેરમાં ઉત્તરાયણ નિમિતે પૂજાબાપુ ગૌશાળામાં રૂદ્ધગણ ગ્રુપ દ્વારા 11 લાખ ઉપરાંતનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે આ ચેક અપર્ણ કરાયો હતો.
સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણ તહેવારમાં ગાયો અને ગૌશાળામાં દાન આપવાનું અનેરું મહત્વ છે. ગાયોને ઘાસચારો સહિત ખોરાક લોકો આપતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરની આસ્થાનું કેન્દ્ર પૂજા બાપુ ગૌશાળા જ્યાં વર્ષોથી લુલી લંગડી ગાયોની સેવાઓ થાય છે, જેના કારણે લોકો અહીં લાખો રૂપીયાનું દાન આપતા હોય છે ત્યારે આ પૂંજાબાપુ ગૌશાળામાં રુદ્રગણ દ્વારા લોકમેળાની આવકમાંથી 1111111/-(અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર) અને ધારાસભ્ય હીરા સોલંકી અને ભાજપ પરિવાર દ્વારા 111111/- (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર) રૂપિયાનું અનુદાન આપ્યું હતું. આજના મકારસંક્રાતિના પાવનપર્વમાં ગૌસેવાનું સદભાગ્ય પ્રાપ્ત કરવા માટે લોકો દાન અપર્ણ કરતા હોય છે જ્યારે ભગીરથ ગૌસેવા કરનારા રુદ્રગણના યુવાનોને પૂંજાબાપુ ગૌશાળાના ગૌસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.અંતમા પણ ધારાસભ્ય હીરા સોલંકી એ જણાવ્યું હતું જરૂર પડે ત્યારે ધારાસભ્ય તરીકે સતત હું આ સંસ્થા સાથે જ છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.