ફરિયાદ:મહિલાને માથામાં લાકડી ઝીંક્યા બાદ મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતિય મહિલા વતનમાં ગયા બાદ અચાનક તબીયત બગડ્યા પછી મોત થયંુ હતંુ
  • ​​​​​​​હત્યાની આ ઘટના લીલિયા તાલુકાના મોટા કણકોટમાં બની હતી

લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે થોડા દિવસ પહેલા એક પરપ્રાંતિય મહિલાને તેની જ જ્ઞાતિના શખ્સે પૈસાની લેતીદેતીમા માથામા લાકડી ઝીંકી ઘાયલ કર્યા બાદ વતનમા ગયેલી મહિલાનુ તબીયત લથડયા બાદ મોત થયુ હતુ. જે અંગે પોલીસે હવે હત્યાનો ગુનેા નોંધ્યો છે.

હત્યાની આ ઘટના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે કરશનભાઇ હરખાણીની વાડીમા બની હતી. જે અંગે લાલુ સુરતીયાભાઇ કટારીયા નામના મુળ મધ્યપ્રદેશમા રહેતા અને હાલમા અહી ખેતમજુરી કરતા શખ્સે પોતાના વતનના ગણકર હિરૂભાઇ માવી નામના શખ્સ સામે લીલીયા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા કરમ નામની યુવતી સાથે થયા હતા. તેની પત્ની તારીખ 5/11ના રોજ સાંજના સમયે વાડીએ હતી ત્યારે ગણકર માવી ત્યાં આવ્યો હતો.

ગણકર અને કરમ વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે માથાકુટ થઇ હતી. જેથી ગણકરે લાકડીનો એક ઘા કરમના માથામા મારી દીધો હતો અને બાદમા ધોકા વડે માર પણ માર્યો હતો. અહી પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ મહિલા વતનમા ચાલી ગઇ હતી પરંતુ તબીયત લથડતા ફરી તેને વડોદરા દવાખાને ખસેડાઇ હતી. પરંતુ સારવારમા તેનુ મોત થયુ હતુ. જે અંગે આખરે તેના પતિ લાલુ કટારીયાએ ગણકર માવી સામે પોતાની પત્નીની હત્યા કરવા સબબ ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પીએસઆઇ એમ.ડી.ગોહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...