કોરોના:23 દિવસ બાદ જિલ્લામાં ફરી કોરોનાનો એક કેસ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇથી આવેલા વૃદ્ધ પાેઝિટીવ : 125 લાેકાેના સંપર્કમાં આવ્યા હાેય તમામના ટેસ્ટ કરાશે

અમરેલી જિલ્લામા કાેરાેનાની લહેર સમી ગયા બાદ પાેઝીટીવ કેસ ભાગ્યે જ બહાર અાવતા હતા. પરંતુ હવે 23 દિવસના લાંબા સમયગાળા બાદ ફરી અેકવાર પાેઝીટીવ કેસ સામે અાવ્યાે છે. મુંબઇના 62 વર્ષીય વૃધ્ધ અમરેલી આવ્યા બાદ પાેઝીટીવ અાવ્યા છે.આરાેગ્ય વિભાગના સુત્રાેમાથી જાણવા મળતી વિગત મુજબ 62 વર્ષીય અા વૃધ્ધ 15 દિવસ પહેલા મુંબઇથી અમરેલી આવ્યા હતા.

પટેલ સંકુલ પાસે રહેતા અા વૃધ્ધની તબીયત બગડતા કાેરાેના ટેસ્ટ કરાતા તે પાેઝીટીવ અાવ્યાે છે અને હાલમા તેમને હાેમ અાઇસાેલેટ કરાયા છે. પુછપરછમા તેઅાે જુદાજુદા 125 લાેકાેના સંપર્કમા અાવ્યા હાેવાનુ ખુલ્યુ હતુ. તેમને મળેલા લાેકાે પૈકી 60 લાેકાેના ટેસ્ટ કરવામા અાવ્યા છે. જે તમામના રીપાેર્ટ નેગેટીવ અાવ્યા છે. જયારે બાકીના લાેકાેના પણ ટેસ્ટ કરવામા અાવશે. અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા તંત્રના ચાેપડે કાેરાેનાના 10 હજારથી વધુ પાેઝીટીવ કેસ અાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...