તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Case Has Been Registered Against Chhatrapal Wala For Calling A Petrol Pump Owner In Amreli And Demanding A Ransom Of Rs 10 Lakh.

ખંડણીખોર સામે ફરિયાદ:અમરેલીમાં પેટ્રોલપંપના માલિકને ફોન કરી 10 લાખની ખંડણી માંગનારા છત્રપાલ વાળા સામે અંતે ગુનો નોંધાયો

અમરેલી8 દિવસ પહેલા
આરોપી છત્રપાલ વાળાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી છત્રપાલ વાળાની ફાઈલ તસવીર
  • પોતાને 'અમરેલીનો બાપ' ગણાવનારા છત્રપાલની શોધખોળ શરૂ

અમરેલીમાં પેટ્રોલપંપના માલિક પાસે દસ લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાવનારા શખ્સ સામે અંતે પોલીસ ફરિયાદ નોંધવામા આવી છે. છત્રપાળ વાળા નામનો ખંડણીખોર ફોન કરી પેટ્રોલપંપના માલિક પાસે દસ લાખ રૂપિયાની માગણી કરતો હોય અને ધમકી આપતો હોય તેવી ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ પોલીસે ગુનો દાખલ કરી ખંડણીખોરની શોધખોળ શરૂ કરી છે.

અમરેલીના ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક પાસે ખંડણી માગી હતી
અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી.

વાઈરલ ઓડિય ક્લિપમાં બેફામ વાણીવિલાસ કર્યો
છત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી.

અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામા આવ્યો
અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામા આવી છે. છત્રપાલ વાળાના નિવાસ સ્થાને અને તેમના રહેઠાણ વાળા વિસ્તારમાં પોલીસ શોધખોળ કરી રહી છે.

છત્રપાલ વાળા અમરેલી પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર
પેટ્રોલપંપના માલિકને ફોન કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવનારો છત્રપાલ વાળા પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...