અમરેલીના હેડ ક્વાટર્સ ખાતે પોલીસ પરિવારના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી 200 જેટલા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષા અંગે સમજણ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા હિમકરસિંહે છાત્રોને યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી જેવી ભરતીની પરીક્ષા અંગે માહિતી આપી હતી.
બાદમાં ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના કેવલ મહેતાએ વિદ્યાર્થીઓને સમયની માંગ પ્રમાણે 21મી સદીના કારકિર્દીના વિષયોથી પરિચિત કરાવવાની સાથે નવીનતમ કારકિર્દીના વિકલ્પો વિશેની સમજૂતી આપી હતી.તેમજ આઈટીઆઈ પ્રોફેસર ચિતનભાઈ ઉમરાળીયાએ ટેકનોલોજીનો જીવનમાં ઉપયોગ, ધોરણ 10 તથા 12 પછી અભ્યાસ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બી.વી. જાધવ, રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એચ. ખમલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.