સેમિનાર:અમરેલીમાં પોલીસ પરિવારના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો, 200 વિદ્યાર્થીઓએ લાભ લીધો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના તથા બી.વી.જાધવ નાયબ પોલીસ અધિક્ષક , મુખ્ય મથક , અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે રીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ પરિવારના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા બી.વી.જાધવ , નાયબ પોલીસ અધિક્ષક , મુખ્ય મથક અમરેલી કેવલ મહેતા , મોટિવેશન સ્પીકર , ડો.કલામ ઇનોવેટિવ સ્કુલ અમરેલી તથા એસ.એચ.ખમલ , રીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી જિલ્લા પોલીસ પરિવાર ના કુલ -200 વિદ્યાર્થી બાળકો હાજર રહ્યા હતા.

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન , યુ.પી.એસ.સી / જી.પી.એસ.સી . ની ભરતી પરીક્ષા માર્ગદર્શન , પોલીસ ભરતીની પારદર્શિતા , જીવનલક્ષી તથા પરીક્ષાલક્ષી મંત્ર આપી ઉજ્જવળ કારકિર્દી અંગે ઊંડાણ પૂર્વક સમજણ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં કેવલ મહેતા , મોટિવેશન સ્પીકર , ડો.કલામ ઇનોવેટિવ સ્કુલ , અમરેલી નાઓએ વિદ્યાર્થીઓને સમયની માંગ પ્રમાણે 21મી સદીના કારકિર્દીના વિષયોથી પરિચિત કરાવવાની સાથે નવીનતમ કારકિર્દીના વિકલ્પો વિશેની સરળ ભાષામાં સમજૂતી આપી હતી.

આજના સમયમાં વિદ્યાર્થીઓએ ક્લેવરની સાથે ક્લિર બનવાની જરૂર છે તે વાત ઉદાહરણ સાથે સમજાવી હતી . આ ઉપરાંત ચિતનભાઈ ઉમરાળીયા , પ્રોફેસર આઇ.ટી.આઈ. દ્વારા ટેકનોલોજીનો જીવનમાં ઉપયોગ , ધોરણ 10 અને 12 પછી અભ્યાસ માર્ગદર્શન , પ્રેરણાત્મક પ્રસંગોની સમજણ માર્ગદર્શન આપવામા આવ્યું હતુ આ સેમિનારના અંતમાં કારકિર્દી અંગે વિદ્યાર્થીઓ ને મૂંઝવતા પ્રશ્નો બાબતે પોલીસ અધીક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...