બેઠક:આધાર નોંધણી વધારવા આંગણવાડી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાકક્ષાની આધારકાર્ડ મોનિટરિંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ

ભારત સરકાર અને UIDAI દ્વારા વધુમાં વધુ આધાર નોંધણી થાય તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમરેલી સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આધારકાર્ડ લગત કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લાકક્ષાની આધાર મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં UIDAI મુંબઈના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટરેે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. બેઠકમાં રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશનમાં અમરેલી જિલ્લાની અંદર આધાર નોંધણી બાબત ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ૦-5, 5-18 તથા 18 પ્લસ વર્ષની જનસંખ્યાની વિગતો મુજબ ૦-5 વર્ષમાં આવતી જનસંખ્યામાં કુલ 70930, 5-18 વર્ષમાં આવતી જનસંખ્યામાં કુલ 3,18,367 તથા 18થી વધુની ઉંમરની જનસંખ્યામાં કુલ 12,45,031નું આધાર રજિસ્ટ્રેશન થયું છે.

ઓવરઓલ કુલ 16,34,328 લાખ લોકોની આધાર નોંધણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત 1,45,686 લોકોની આધાર નોંધણીની કામગીરી બાકી છે. આ ઉપરાંત ઓવરઓલ આધાર નોંધણીની કુલ ટકાવારી 92.02 ટકા છે. ૦-5 તથા 5-18ની ઉંમરમાં આધાર નોંધણીની ટકાવારી ઓછી હોવાના કારણે આધાર નોંધણી વધારવા માટે અધ્યક્ષસ્થાનેથી વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે.

જેમાં સર્વે ઉપરાંત આંગણવાડી ખાતે કેમ્પ સહિતના સૂચનો સામેલ છે. આ બેઠકમાં પ્રાંત અધિકારી,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારી, આઈ.સી.ડી.એસના પ્રોગામ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...