પોલિટીકલ:આજે અમરેલી તાલુકા પંચાયતની સરંભડા સીટ પર પેટા ચૂંટણી યોજાશે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ માંથી ત્રણ સંવેદનશીલ બુથ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે

અમરેલી તાલુકા પંચાયતની સરંભડા સીટ પર આવકીકાલે પેટા ચૂંટણી યોજાશે. અહી પાંચ ગામોના મતદારો માટે તંત્રએ છ બુથ તૈયાર કર્યા છે. જેમાં સરંભડાના ત્રણેય સંવેદનશીલ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજે બપોરના સમયે કર્મચારીઓ ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈ મતદાન બુથ પર જવા રવાના થયા હતા.

સરંભડા સીટ પર ચાડીયા, તરવડા, મેડી, નાના માંડવડા અને સરંભડાના કુલ 6260 મતદારો છે. અહી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પેટા ચૂંટણીમાં જંપલાવ્યું છે. અત્યારે અહીની સીટ પર પ્રસાર પડઘમ શાંત થયા છે. આવતીકાલે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી સરંભડા સીટના 6 બુથ પર મતદાન યોજાશે. જેમાં તંત્રએ સરંભડા ગામમાં ત્રણ બુથ, ચાડીયામાં 1, તરવડામાં 1 અને મેડી તેમજ નાના માંડવડા વચ્ચે 1 મળી કુલ 6 બુથ તૈયાર કર્યા છે.

આજે અમરેલી મામલતદાર કચેરી ખાતેથી ચૂંટણી પર ફરજમાં રહેલા કર્મીઓ ઈવીએમ અને અન્ય મતદાન સામગ્રી લઈ બુથ પર રવાના થયા હતા. સાથે સાથે સરંભડા ગામના ત્રણેય બુથ સંવેદનશીલ હોવાથી તંત્રએ અહી ચુસ્ત પોલીસ બંદોબસ્તનું તૈનાત કરવાનું આયોજન કર્યું છે. અમરેલી ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે એક બુથ પર પટ્ટાવાળા સહિત પાંચ વ્યક્તિનો સ્ટાફ ફરજ બજાવશે. અને અન્ય ઈવીએમ રીઝર્વમાં રાખ્યા છે. મતદાનના દિવસે કોઈ ઈવીએમમાં ખામી સર્જાશે. તો અન્ય ઈવીએમ ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...