તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂકવણી:વ્યવસાય વેરાની 51 લાખની ગ્રાન્ટ પાણી પુરવઠા બોર્ડને ચૂકવી દેવાઈ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હજુ પણ પાલિકા પર પાણી પૂરવઠા બોર્ડનું 6 કરોડનું દેણું

અમરેલીમાં જુદી-જુદી ત્રણ યોજનામાંથી લોકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. અને નગરપાલિકાને પાણી બિલ પેટે પાણી પુરવઠા બોર્ડને 6 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી છે. તેવા સમયે ગુજરાત મ્યુનિસિપલ બોર્ડ દ્વારા અમરેલી નગરપાલિકાને આપવાની વ્યવસાય વેરાની 51 લાખની ગ્રાન્ટ પાણી બિલ પેટે પાણી પુરવઠા બોર્ડને બરોબર ચુકવી દીવાઈ છે.અમરેલી શહેરમાં દોઢ લાખ જેટલી વસ્તી વસવાટ કરે છે. જેને મહી પરીએજ યોજના, ઠેબી યોજનામાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું. ઉપરાંત હવે ધારી ખોડિયાર ડેમનું પાણી પણ શરૂ કરાયું છે.

જેનું ટેસ્ટીંગ પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ નગરપાલિકા માથે 6 કરોડ જેટલું પીવાના પાણીનું બિલ ચડી ગયું છે. પાણી પુરવઠા બોર્ડને હજુ પણ પાલિકા પાસે નાણાં લેવાના નીકળે છે. પાલિકાને વ્યવસાય વેરા ગ્રાન્ટ પટે સરકાર તરફથી અંદાજિત એક કરોડથી વધુ રકમનું ચૂકવણું થવાનું હોય. ગુજરાત મ્યુનિસિપલ બોર્ડે નગરપાલિકાના પાણી બિલ પેટે 51 લાખ પાણી પુરવઠા બોર્ડને ચુકવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો