તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખલાનાે આતંક:રાજુલામાં આખલાનાે આતંક, એક મહિલાને ઇજા પહાેંચાડી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા અહીંથી ગંદકી હટાવાય તો ઢોરનો ત્રાસ દૂર થાય તેમ છે. - Divya Bhaskar
પાલિકા દ્વારા અહીંથી ગંદકી હટાવાય તો ઢોરનો ત્રાસ દૂર થાય તેમ છે.
  • સાેસાયટી વિસ્તારાેના રહિશાે પરેશાન : ઠેર-ઠેર ઉકરડા હાેઇ ઢાેરનાે પણ લોકો ત્રસ્ત

રાજુલામા પાછલા કેટલાક સમયથી અાખલાનાે ત્રાસ વધ્યાે છે. અહીના શ્રીજીનગર સાેસાયટીમા અેક મહિલાને અાખલાઅે ઇજા પહાેંચાડી હતી. તાે અાખલા અનેક વખત વાહનાેને પણ નુકશાન પહાેંચાડી રહ્યાં છે. શહેરમા ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયેલા હાેય રેઢીયાર પશુઅાેનાે ત્રાસ પણ વધી ગયાે છે. પાલિકા સતાધીશાે શહેરમા સફાઇની કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે. શહેરમા મુખ્ય માર્ગાે તેમજ સાેસાયટી વિસ્તારાેમા પાછલા ઘણા સમયથી અાખલાનાે અાતંક જાેવા મળી રહ્યાે છે.

અવારનવાર સાેસાયટીમા અાખલાઅાે વચ્ચે લડાઇ જામે છે. વારંવાર અાખલાઅાે વાહનાેને પણ નુકશાન પહાેંચાડી રહ્યાં છે. તાજેતરમા અેક મહિલાને ઢીંકે ચડાવી ઇજા પહાેંચાડતા તેમને સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામા અાવ્યા હતા. સાેસાયટી વિસ્તારાેમા ઠેરઠેર કચરાના ઢગલા ખડકાયેલા પણ નજરે પડી રહ્યાં છે.પાલિકા દ્વારા શહેરમા સફાઇ કરાતી ન હાેય અા સ્થિતિ જાેવા મળી રહી છે. અહી રેઢીયાર ઢાેરનાે પણ ત્રાસ વધી ગયાે છે. બજારમા અનેક વખત વૃધ્ધાે, મહિલાઅાે તેમજ બાળકાેને ઢાેર ઇજા પહાેંચાડે છે.

અહીના જાફરાબાદ રોડ,મફતપરા, જૂની ટોકીજ વિસ્તાર મારુતિ ધામ વિસ્તાર, ડોળીના પટ વિસ્તાર, બાવળિયાવાડી વિસ્તાર,ગોકુલનગર સોસાયટી, બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં સફાઈ કરવા માંગ ઉઠી છે. તેમજ અાખલાને પકડી અન્યત્ર સ્થળે ખસેડવામા અાવે તેવુ પણ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

સ્ટ્રીટ લાઇટ બંધ હાેય રાત્રીના લાેકાે પરેશાન
રાજુલામા શ્રીજીનગર, ગાેકુલનગર, ધારનાથ સાેસાયટી, બાવળીયાવાડી સહિત અનેક વિસ્તારાેમા સ્ટ્રીટલાઇટ બંધ છે. જેના કારણે રાત્રીના સમયે રહિશાેને મુશ્કેલી પડી રહી છે. રસ્તામા ઢાેર અડિંગાે જમાવીને બેસી જતા હાેય છે. જેના કારણે અકસ્માત થવાની પણ ભિતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...