અમરેલી પંથકમાં આમ તો પાછલા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. તેમાં આજે પવનના સુસ્વાટા સાથે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા લોકોને ગરમ વસ્ત્રોમાં વીંટળાવવાની ફરજ પડી હતી. વહેલી સવારે ઠારથી જનજીવન પ્રભાવિત થયું હતું. આજે શહેરનું ન્યૂનતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં શિયાળો જાણે બરાબરનો જામ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ ન્યૂનતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે ઠંડી પડતા લોકો ધ્રુજી ઉઠ્યા હતા. આજે સવારથી જ પવનના સુસ્વાટા અને કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા હતા.
આજે શહેરનું મહત્તમ તાપમાન 24.6 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું હતું તો હવામાં ભેજનું પ્રમાણ 54% અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.8 કી.મી ની નોંધાઈ હતી. આજે આખો દિવસ શહેરમાં ટાઢોડું છવાઈ જતા લોકોને ગરમ વસ્ત્રોમાં વીંટળાવવાની ફરજ પડી હતી. તો રાત્રિના સમયે ઠેર ઠેર લોકોએ તાપણાંનો સહારો લેવો પડ્યો હતો. તો ધારી અને ગીર કાંઠા વિસ્તારમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુંઠવાયા હતા. તો બીજી તરફ બગસરા પંથકમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. અહીં પણ સવારથી સાંજ સુધી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું જેના કારણે લોકોએ તાપણાંનો સહારો લીધો હતો.
સવારે જનજીવન મોડું ધબકતું થયું
અમરેલી પંથકમાં વહેલી સવારે ઠાર પડતા જનજીવન પણ મોડું ધબકતું થયું હતું બજારોમાં પણ લોકોની ચહલ પહલ ઓછી જોવા મળી હતી અને આખો દિવસ લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા.
રાત્રિના સમયે તાપણાંનો સહારો
સમગ્ર અમરેલી જિલ્લામાં શીતલ શહેર ફરી મળતા આખો દિવસ વાતાવરણ રહ્યું હતું જેને પગલે લોકોને તાપણાનો સહારો પણ લેવો પડ્યો હતો.
ગીર કાંઠો પણ થીજી ગયો
ધારી તેમજ ગીર કાંઠા વિસ્તારમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. અહીં પણ હાડ થીજાવતી ટાઢ પડતા લોકો ઠુંઠવાઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.