અમરેલી જિલ્લામાંથી પસાર થતો બાબરા-રાજકોટ હાઉવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ હાઈવે પર વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં શ્વાન વચમાં આવી જતા બાઈક ચાલક સ્લીપ થઈ ગયો હતો. જેથી તેને ઈજા પહોંચતા તેનું મોત થયું છે. ડૉક્ટર મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓને અકસ્માત નડતા તેઓનું મોત થયું હતું.
બાબરા-રાજકોટ હાઈવે પર આજે ફરી અકસ્માતની ઘટના સામે આવી હતી. બાબરાના કોટડાપીઠા ગામ નજીક એક્ટિવા લઈ રસિકભાઈ સાવલીયા ઉટવડ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તા પર શ્વાન આવતા તેને બચાવવા જતા બાઈક ચાલક રસિકભાઈ સાવલીયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી આટકોટ ગામે ક્લિનિક ચલાવતા ડો.સાવલીયાનો અકસ્માત થતા 108ની ટીમ દોડી આવી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. ડો.રસિક સાવલીયાના નિધનના સમાચારથી ડોક્ટર સ્ટાફમાં શોક છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.