આદમખોર દીપડો ઝડપાયો:સાવરકુંડલાના જાબાળ ગામની 50 વર્ષીય મહિલાને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો, ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો

અમરેલી3 મહિનો પહેલા
  • વનવિભાગની ટીમે અલગ-અલગ દિશામાં લોકેશનો મેળવી દીપડાને પાંજરે પુર્યો
  • દીપડાને જસાધાર એનિમલકેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની 50 વર્ષીય મહિલા પર 2 દિવસ પહેલા સામે દીપડાએ હુમલો કર્યો હતો. જેથી આ આદમખોર દીપડાને પકડવા સાવરકુંડલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જુદી જુદી દિશામાં દીપડાનું લોકેશન મેળવવા માટેની કવાયત શરૂ કરી હતી. આ વચ્ચે ગત રાત્રીના સમયે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શિકારની લાલચમાં આવી દીપડો પાંજરે પુરાયો
સાવરકુંડલા વનવિભાગની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં લોકેશનો મેળવી દીપડાની હિલચાલ ઉપર નજર રાખી વિસ્તારોમાં પાંજરા ગોઠવી દીધા હતા. દીપડાની નજર ચૂકવી અન્ય વિસ્તારમાં વનકર્મીઓ રાતવાસો કરતા હતા. દીપડાને પકડવા માટે વનવિભાગનો મોટાભાગનો સ્ટાફ કામે લાગ્યો હતો. આ વચ્ચે દીપડો શિકારની લાલચમાં આવી વનવિભાગે ગોઠવેલા પાંજરે પુરાઈ ગયો હતો. વનવિભાગનું 24 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું હતું. જે સફળ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડાની હેલ્થ સહિતની ચકાસણી કરવામાં આવશે
​​​​​​​
વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવા રવાના કરવામાં આવ્યો હતો. દીપડાની હેલ્થ સહિતની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ દીપડો માનવ ભક્ષી થયાની પુષ્ટિ ડોક્ટરો દ્વારા આપવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...