તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સાવરકુંડલા શહેરમાં વિનામૂલ્ય કોવિડ સેન્ટર તરીકે 35 બેડની હોસ્પિટલનો પ્રારંભ કરાયો

અમરેલી14 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા હોસ્પિટલમાં જગ્યા નથી. કોરોના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખાનગી હોસ્પિટલ અને સામાજીક સંસ્થા સંચાલિત હોસ્પિટલો આગળ આવી રહી છે. સાવરકુંડલા શહેરની લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલને કોવિડ સેન્ટર શરૂ કરવા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. જેમાં આજે કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. તેમાં સાવરકુંડલાના પૂ.ઉષામેયાના હસ્તે હોસ્પિટલનો પ્રારંભ કરાયો હતો.

8 બેડ ઓક્સિજન સાથે તથા 27 બેડ આઇસોલેશન સુવિધા સાથે છે

સાવરકુંડલા શહેરમાં વિનામૂલ્ય કોવિડ સેન્ટરની 35 બેડની હોસ્પિટલનો પ્રારંભ કરાયો છે. જેમાં 8 બેડ ઓક્સિજન સાથે છે. તથા 27 બેડ આઇસોલેશન સુવિધા સાથે કુલ 35 બેડની કોવિડ સેન્ટર શરૂ કરાઇ છે. એમ.ડી.ડોક્ટરો સહિત સ્ટાફ ફરજ બજાવશે. જ્યારે મહત્વનું છે કે આ સંસ્થા દ્વારા વિનામૂલ્ય કોરોના દર્દીને સારવાર આપશે. અને ફ્રી ચાર્જમાં આ હોસ્પિટલ વર્ષોથી ચાલી રહી છે. સંસ્થાના લાભાર્થે અગાઉ કથાકાર મોરારીબાપુની કથા પણ યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો