બાળકીનું અપહરણ:ધોરાજીમાંથી અપહરણ કરાયેલી 3 વર્ષની બાળકી નવા વાઘણિયામાંથી મળી આવી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સોશ્યલ મીડિયામાં ફોટા મુકી લોકોની મદદ માંગતા ભાળ મળી

ધોરાજીમાંથી ગઈકાલે ત્રણ વર્ષની બાળકીનું કોઈ અજાણ્યા મોટર સાઈકલ ચાલકે અપહરણ કર્યું હતું. બગસરા પોલીસે સોશ્યલ મીડિયામાં આ બાળકીના ફોટા મુકી કોઈને જાણકારી હોય તો માહિતી આપવા અપીલ કરી હોય આ બાળકી નવા વાઘણીયામાં રેઢી મળતા પોલીસે તેનો કબ્જો લીધો હતો.

માત્ર ત્રણ વર્ષની આ બાળકીનું અપહરણ ધોરાજીમાંથી ગઈકાલે થયું હતું. બપોરે ચારેક વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો શખ્સ પોતાના મોટર સાયકલ પાછળ આ બાળકીને બેસાડી નાસી છુટ્યો હતો. જે ઘટના સીસીટીવીમાં પણ જોવા મળી હતી. દરમિયાન બાળકી બગસરા પંથકમાં પણ હોય શકે તેવી આશંકાએ સ્થાનિક પોલીસે સોશ્યલ મીડિયામાં તેના ફોટા મુકી કોઈને આ બાળકી દેખાય તો જાણ કરવા લોકોને અપીલ કરી હતી.

દરમિયાન બગસરાના નવા વાઘણીયા ગામે આ બાળકી રેઢી મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પીઆઈ પી.આર . વાઘેલા તથા સ્ટાફે અહી દોડી જઈ બાળકીને કબ્જો લીધો હતો. અને તેને રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...