પરિણામ:સૌથી વધુ ચલાલા કેન્દ્રનું 98.68 ટકા, સૌથી ઓછું બગસરા કેન્દ્રનું 70 ટકા

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.97 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરાતા અમરેલી જિલ્લાનુ પરિણામ 85.97 ટકા આવ્યું હતુ. અહી ચલાલા કેન્દ્રનુ સૌથી વધુ 98.68 ટકા આવ્યું હતુ. જયારે સૌથી ઓછુ બગસરા કેન્દ્રનુ 70 ટકા પરિણામ આવ્યું હતુ. જિલ્લામા 23 છાત્રોએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા તેની વેબસાઇટમા જાહેર કરાયુ હતુ. અમરેલી જિલ્લાના 85.97 ટકા છાત્રો બોર્ડની પરીક્ષા પાસ કરવામા સફળ રહ્યાં છે. જિલ્લામા 23 છાત્રોએ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

જયારે 482 છાત્રોએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. જિલ્લામા ધોરણ 12 સાયન્સ પ્રવાહમા 7027 છાત્રો પૈકી 6966 છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 5928 છાત્રો પાસ થયા હતા. જયારે 1038 છાત્રો નાપાસ થયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે વેબસાઇટ પર પરિણામ મુકતાની સાથે જ છાત્રોએ પડાપડી કરી મુકી હતી.

અમરેલી કેન્દ્રનુ પરિણામ 84.91 ટકા આવ્યું હતુ. જયારે સાવરકુંડલાનુ 83.87, બગસરાનુ 70 ટકા, લાઠીનુ 86.71 ટકા, બાબરા 89.76 ટકા, લીલીયા 77.66 ટકા, ચલાલા 98.68 ટકા, જેશીંગપરા 98.39 ટકા, ખાંભા 84.46 ટકા, બાઢડાનુ 98.03 ટકા, ધારી 81.52 ટકા, દામનગર 89.97 ટકા, કુંકાવાવ 78.97 ટકા, વડીયા 88.27 ટકા, રાજુલાનુ 88.96 ટકા અને જાફરાબાદનુ 97.47 ટકા પરિણામ આવ્યું હતુ.

કયા કેન્દ્રનું કેવુ પરિણામ ?

કેન્દ્રનોંધાયેલા છાત્રોપાસનાપાસપરિણામ
અમરેલી1582133924384.91
સાવરકુંડલા65654611083.87
બગસરા52336415970
લાઠી3122684486.17
બાબરા6585877189.76
લીલીયા1911464577.66
ચલાલા7675198.68
જેશીંગપરા3173061198.39
ખાંભા3462885884.46
બાઢડા257249898.03
ધારી3332696481.52
દામનગર2922603289.97
કુંકાવાવ45535310278.97
વડીયા2001732788.27
રાજુલા7586698988.96
જાફરાબાદ3203081297.47

6 સરકારી શાળાનું 100 ટકા પરિણામ
જિલ્લામા રાજુલા, દેવકા, સુખપુર, ડોળીયા, કડીયાળી તેમજ શાખપુરમા આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનુ ધોરણ 12નુ 100 ટકા પરિણામ આવ્યું હતુ.

જિલ્લાના પરિણામ પર એક નજર

નોંધાયેલા છાત્રો7027
પરીક્ષા આપી6966
એ-123
એ-2482
બી-11501
બી-21786
સી-11526
સી-2623
ડી46
ઇ-12
નાપાસ1038
પરિણામ85.97 ટકા
અન્ય સમાચારો પણ છે...