તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:રાજુલા યાર્ડના 10 ડિરેકટરોની બેઠક માટે 96.12 ટકા મતદાન

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પુર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના સમર્થકોની ભારે દોડધામ જોવા મળી - Divya Bhaskar
પુર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના સમર્થકોની ભારે દોડધામ જોવા મળી
 • 542માંથી 521 મત પડ્યા : આજે મતગણતરી કરવામાં આવશે

રાજુલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચુંટણી રોમાંચક બની છે અને વર્તમાન ધારાસભ્ય તથા પુર્વ ધારાસભ્યની પેનલ વચ્ચે જંગ છે. ત્યારે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાતા 96.12 ટકા મતદાન થયુ હતુ. હવે આવતીકાલની મતગણતરી પર મીટ મંડાઇ છે.

રાજુલા યાર્ડમા સતા કબજે કરવા માટે પાછલા એક પખવાડીયાથી પુર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના સમર્થકોની ભારે દોડધામ જોવા મળી હતી. જેને પગલે આ ચુંટણી પ્રતિષ્ઠાનો જંગ બની હતી. બલકે વર્ષોથી એકહથ્થુ શાસન ભોગવતા જુથને પ્રથમ વખત સબળ પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી સમર્થિત પેનલ હાલમા સતા સ્થાને છે. જેની સામે ધારાસભ્ય અંબરીશ ડેર પ્રેરીત પેનલ પ્રતિસ્પર્ધા કરી રહી છે. આજે રાજુલા યાર્ડ ખાતે આ માટે મતદાન યોજવામા આવતા સવારથી જ મતદારોમા ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજ સુધીમા અહી 96.12 ટકા જેવુ ભારે મતદાન થયુ હતુ. 542માથી 521 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે આવતીકાલે રાજુલા યાર્ડ ખાતે જ મતગણતરી હાથ ધરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો