તપાસ:લાઠી-લીલિયામાં નેત્ર રક્ષા અભિયાન અંતર્ગત 9500 દર્દીની તપાસ કરાઇ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 750થી વધુ દર્દીને મોતીયાની અસર હોઇ ઓપરેશનની વ્યવસ્થા કરાશે : ત્રણ હજાર બોટલ ટીપાનંુ વિતરણ

લીલીયા તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા લીલીયા અને લાઠીમા નેત્ર રક્ષા સમિતી આયોજીત અંટાળેશ્વર મહાદેવ તથા રામજી મંદિર ટ્રસ્ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના સહયોગથી નેત્ર સુરક્ષા અભિયાન ચલાવાયુ હતુ.

લીલીયા અને લાઠીના 37 ગામમા આ અભિયાન ચલાવાયુ હતુ. જેમા નેત્રનિદાન, ડાયાબીટીસ, બ્લડપ્રેશરની તપાસ, આંખના રોગોનુ નિદાન સોરવાર, ટીપા વિતરણ, તેમજ આંખના નંબરની તપાસ કરાઇ હતી. આ અભિયાન અંતર્ગત 9500 દર્દીઓની તપાસ કરાઇ હતી. જેમા 750થી વધુ દર્દીઓને મોતીયાની અસર જણાઇ હતી. જેને આગામી દિવસોમા ઓપરેશનની વ્યવસ્થા કરી આપવામા આવશે.અભિયાનમા દર્દીઓને 6 હજાર જોડી ચશ્મા તેમજ ત્રણ હજાર બોટલ આંખના ટીપાનુ વિતરણ કરાયુ હતુ. આ ઉપરાંત ડાયાબીટીસ, બ્લડપ્રેશરની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ.

કાર્યક્રમમા સંસ્થાના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, ભોળાભાઇ કોટડીયા, બાવચંદભાઇ દુધાત, કે.કે.ગુંદરણ, મનુભાઇ અમીપરા, વલ્લભભાઇ મેઘાણી, સતીષભાઇ ઉકાણી તેમજ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ગ્રામજનો દ્વારા પણ સહકાર અપાયો હતો.

સેવાકાર્યમાં દાતાઓનો સહયોગ
નેત્ર રક્ષા અભિયાનમા દાતા જયંતિભાઇ, ધનજીભાઇ ભગત, વિઠ્ઠલભાઇ રામાણી, મફતભાઇ શિરોયા, આર.એન.ડોબરીયા, જીતુભાઇ દેસાઇ, ગણેશભાઇ, વિનુભાઇ, ગભરૂભાઇ, વિનુભાઇ ધામત તરફથી પણ સહયોગ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...