તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:જિલ્લામાં 29 કેન્દ્ર પર ધોરણ 10ના 9459 રિપીટર વિદ્યાર્થી પરીક્ષા આપશે

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓણસાલ બ્લોકની સંખ્યામાં વધારો કરાયો: શિક્ષણ વિભાગે તૈયારીઓ શરૂ
  • 23 કેન્દ્ર પર ધોરણ 12ના 15516 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 12 અને ધોરણ 10ના રીપીટરની પરીક્ષાની જાહેરાત કરી છે. અહીં 29 કેન્દ્ર પર ધોરણ 10ના 9459 રીપીટર વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 15516 છાત્રો માટે 23 કેન્દ્રની યાદી તૈયાર કરાઈ છે.

જિલ્લામાં કોરોના મહામારીના કારણે એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓને બેસાડાશે.જેના કારણે પરીક્ષા કેન્દ્રની સાથે બ્લોકની સંખ્યામાં ગત વર્ષ કરતા વધારો થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે 4 કેન્દ્ર અને સામાન્ય પ્રવાહના 17 કેન્દ્ર હતા. પણ કોરોનાની સ્થતિને ધ્યાને રાખી ધોરણ 12માં 2 કેન્દ્રમાં વધારો કરાયો છે. અહીં 7મીએ વેકેશન ખુલતાની સાથે જ બોર્ડની તૈયારીઓનો ધમધમાટ જોવા મળશે. અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીના જી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે પહેલી જુલાઈના રોજ ધોરણ 10ના 9459 છાત્રો 29 કેન્દ્ર પર પરીક્ષા આપશે.

બીજી તરફ ધોરણ12ના વિજ્ઞાન પ્રવાહમાં 5 કેન્દ્ર પર 115 બ્લોકમાં 2295 અને સામાન્ય પ્રવાહના 18 કેન્દ્ર પર 662 બ્લોકમાં 13221 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગત વર્ષ કરતા ઓણસાલ કેન્દ્ર અને બ્લોકની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્રની યાદી ગાંધીનગર પરીક્ષા બોર્ડને મોકલી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...