તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના નવા 92 કેસ, ત્રણના મોત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારીમાં યુવતી, મહિલા અને બગસરામાં મહિલાએ દમ તોડ્યો:1391 એક્ટિવ કેસ સાથે કુલ દર્દીની સંખ્યા 6783
  • ગુરૂવારે સોરઠમાં 730 કેસ, કોરોનાથી 12 દર્દીના મોત, 492 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ

અમરેલી જિલ્લામાં આજે કોરોનાનાં વધુ 92 કેસ નોંધાયા હતા. હાલ 1391 દર્દી સારવાર હેઠળ છે. તો આજે 81 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જિલ્લામાં આજે ધારીમાં 14 વર્ષીય યુવતી તેમજ બગસરામાં 43 વર્ષીય મહિલા અને ધારીમાં 34 વર્ષીય મહિલાનુ કોરોનાથી મોત થયું હતું.

હાલ જિલ્લામાં કોરોનાના દર્દીની કુલ સંખ્યા 6783 પર પહોંચી છે. તો જિલ્લામાં અત્યાર સુધીમાં તંત્રના ચોપડે 72 વ્યક્તિ કોરોનાથી મોતને ભેટયા છે. તો બીજી તરફ સોરઠમાં બુધવારે કોરોનાના 730 કેસ નોંધાયા હતા જ્યારે 12ના કોરોનાના કારણે મોત થયા છે. બીજી તરફ 492 દર્દીએ કોરોનાને માત આપી હોય સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુરૂવારના કેસ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં કુલ 572 કેસ નોંધાયા છે જેમાંથી 323 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે કુલ 301 દર્દી સ્વસ્થ થતા તેને રજા અપાઇ છે જેમાંથી 149 દર્દી માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે કુલ 11 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે આમાંથી 4 મોત જૂનાગઢ સિટીના દર્દીના થયા છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સિટીમાં 89,159 અને ગ્રામ્યના 2,42,897 મળી કુલ 3,33,056 ને કોરોના રસીકરણ કરાયું છે. ગિરસોમનાથ જિલ્લામાં ગુરૂવારે 158ને કોરોના પોઝિટીવ આવ્યો છે જ્યારે 191 દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલેથી રજા અપાઇ છે. દરમિયાન 1નું કોરોનાથી મોત થયું છે. હાલ કોરોના સંક્રમણને અટકાવવા રસીકરણની કામગીરી પણ વેગવંતી બનાવાઇ છે.

પોરબંદરમાં 44 કોરોના પોઝિટીવ, 31 ડિસ્ચાર્જ
પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઉપરાંત જે દર્દીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે પરંતુ સીટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આવા દર્દીઓના દાખલ થવાની સંખ્યા પણ વધુ છે. અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓના મૃત્યુની સંખ્યા કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુની સંખ્યા કરતા વધુ જોવા મળી છે. તા. 28/ 4 થી 5/5 તારીખ એમ 8 દિવસમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા બંને કોવિડ ખાતે દાખલ દર્દીઓના મોતની સંખ્યા 75 હતી.

છેલ્લા 1 અઠવાડિયામાં એટલેકે તા. 6/5 થી તા. 13/5 સુધીમાં બન્ને કોવિડ ખાતે દાખલ લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 36 દર્દીઓના મોત થયા છે. આમ ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીના મોતની સંખ્યામાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. હાલ સિવિલ કોવિડ, નર્સિંગ કોવિડ ખાતે 268 દર્દી, 8 ખાનગી હોસ્પિટલ ખાતે 151 દર્દી અને કોવિડ કેર સેન્ટર ખાતે 97 દર્દી એમ કુલ 515 દર્દી દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...