અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણ અને નશાખોરીની પ્રવૃતિને ડામવા પોલીસે કમર કસી છે. પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ કરી એક જ દિવસમા જિલ્લામાથી 90 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે જુદાજુદા 8 સ્થળેથી દેશીદારૂ અને એક સ્થળેથી દેશીદારૂની ભઠ્ઠી પણ ઝડપી લીધી હતી.
ગઇકાલે પોલીસે એક જ દિવસમા 86 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. આજે બીજા દિવસે પણ પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ રાખી હતી. પોલીસે મોરવાડા, દામનગર, છભાડીયા, ડુંગર, અકાળા, લાઠી, જાનબાઇ દેરડી, શિયાળબેટ, વિકટર, કોવાયા, વઢેરા, જાફરાબાદ, દુધાળા ચેકપોસ્ટ, સાવરકુંડલા, ચલાલા, માલકનેસ, બાબરા, અમરાપરા, બગસરા, લીલીયા, પાંચ તલાવડા, પીઠવડી, ખાંભા ટી પોઇન્ટ, ગાવડકા, ટીંબી ચેકપોસ્ટ, જેજાદ વિગેરે સ્થળેથી કુલ 90 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા.
આ ઉપરાંત પોલીસે જાફરાબાદમા મોચીવાડમાથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઇ સોનલબેન નારણભાઇ શિયાળ નામની મહિલાને ઝડપી પાડી 2930નો મુદામાલ કબજે લીધો હતો. તેમજ અહીના રામઢોરા પાસે, ગીદરડી, ડેડાણ, પીપળીયા, બગસરા, પુંજાપાદર, ધુડીયા આગરીયા વિગેરે સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી લીધો હતો. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.