તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અમરેલી જિલ્લામાં નવી 9 મોબાઈલ પશુવાનનું કુંવરજી બાવળિયાના હસ્તે લોકાર્પણ કરાયું

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હવે કુલ 21 પશુવાન કાર્યરત રહેશે

અમરેલી જિલ્લા પંચાયતના પટાંગણ ખાતે આજે પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 10 ગામ દીઠ એક મોબાઇલ પશુદવાખાના યોજના અંતર્ગત નવી 9 મોબાઇલ પશુ દવાખાનાની વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલ દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના નાગરિકોના આરોગ્યની સાથે સાથે અબોલ પશુઓના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં 21 મોબાઇલ પશુવાન ફાળવવામાં આવી છે.

વધુમાં મંત્રી એ ઉમેર્યુ હતું કે દસ ગામ દીઠ એક મોબાઇલ પશુવાનની સુવિધા માટે 1962 ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં ઘેર બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે. પ્રારંભિક તબક્કામાં અમરેલી જિલ્લામાં પશુદવાખાનાઓ પીપીપી - PPP ના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમ્યાન પશુપાલકોને ગામમાં ઉપલબ્ધ થશે.

આ મોબાઇલ પશુવાન દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક તેમજ આકસ્મિક સારવાર માટે 1962 પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. અમરેલી જિલ્લામાં હાલ 12 મોબાઇલ પશુવાન કાર્યરત છે. અને આજરોજ નવી 9 મોબાઈલ પશુવાન શરૂ કરવામાં આવતા જિલ્લામાં કૂલ 21 મોબાઈલ પશુવાન કાર્યરત થયેલ છે. સામાન્ય લોકો માટે જેમ 108 દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવે છે તેવી જ રીતે પશુઓમાં 1962 ની સુવિધા શરુ કરવામાં આવી છે.

આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કૃત્રિમ બીજદાનની ટ્રેનિંગ લેનારા જિલ્લાના 10 જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલી જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડૉ. ટી સી ભાડજાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...