તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ કાર્ય શરૂ:2જી ઓક્ટોબરથી 882 પ્રા. શાળામાં ધોરણ 6થી 8નું શિક્ષણ કાર્ય શરૂ થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 માસ બાદ ફરી વખત 62012 છાત્રો અભ્યાસ માટે પહોંચશે

અમરેલી જિલ્લામાં બીજી ઓક્ટોબરથી 882 પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે શાળામાં ઓફલાઈન અભ્યાસ ક્રમ બંધ કરાયો હતો. જેના 6 માસ બાદ ફરી વખત જિલ્લામાં 62012 વિદ્યાર્થીઓ શાળાઓ અભ્યાસ માટે પહોંચશે. પણ છાત્રોએ વાલીઓની સહમતી પત્ર શાળાએ રજુ કરવાના રહેશે.

કોરોના મહામારીમાં અમરેલી જિલ્લામાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હતું. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડવામાં આવતું હતું. પણ છેવાડાના ગામડામાં નેટવર્ક કનેક્ટીવીટીના કારણે છાત્રો અભ્યાસ કરી શકતા ન હતા. કોરોનાની બીજી લહેરમાં ધોરણ 6થી 8નું શિક્ષણ કાર્ય બંધ કરાયું હતું. જે બાદ શિક્ષણ વિભાગે પ્રથમ ધોરણ 9 થી 12ની શાળાઓ શરૂ કરી હતી. અને હવે 2 ઓક્ટોબરથી ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જી પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત હસ્તકની 632 શાળામાં 47657, 238 ખાનગી શાળામાં 13505 અને ગ્રાન્ટેડ 12 શાળાના 830 મળી કુલ 62012 વિદ્યાર્થીઓ છ માસ બાદ ફરી શાળામાં ઓફલાઈન અભ્યાસક્રમ માટે પહોંચશે. શાળામાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે સંચાલક અને વિદ્યાર્થીઓએ પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે જ વાલીઓનું સમંમતી પત્ર શાળામાં રજુ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...