પોલીસની તવાઇ:જિલ્લામાં 88 શખ્સ નશો કરેલા ઝડપાયા, એક સ્થળેથી દેશીદારૂની ભઠ્ઠી પણ ઝડપાઇ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણ તેમજ નશાખોરીની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. પોલીસે જિલ્લામા 88 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા.

જયારે એક સ્થળેથી દેશીદારૂની ભઠ્ઠી તેમજ 7 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો.પોલીસે બગસરા, મજાદરના પાટીયે, જોલાપર, લાઠી, સરકારી પીપળવા, સાવરકુંડલા, જાફરાબાદ, મોટા જીંજુડા, વિજપડી, લીલીયા, દુધાળા ચેકપોસ્ટ, અમરેલી, વડીયા, ડેડાણ, ચાંચ, ભેરાઇ, રામપરા-2, રાજુલા, શાખપુર, નારાયણનગર, અમરાપરા, બાબરા, ઉંટવડ, ચમારડી, દેવળીયા વિગેરે સ્થળેથી મળી 88 શખ્સોને પોલીસે નશો કરેલી હાલતમા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે ધારીના ચાંચઇમા દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જયારે ટોડા, સાવરકુંડલા, જાફરાબાદ, તેારી, શેલણા વિગેરે સ્થળેથી દેશીદારૂ કબજે લીધો હતો. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરો અને નશાખોરોમા ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...