કાર્યવાહી:જિલ્લામાંથી 86 શખ્સ નશો કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 8 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો

અમરેલી જિલ્લામાપોલીસે ધ્રુફણીયા, દામનગર, ચલાલા, હિરાવા, જોલાપર, જાનબાઇ દેરડી, લાઠી, રામપરા-2, ભેરાઇ, શીયાળબેટ, ખેરા, ગુંદરણ, રાજધાની ત્રણ રસ્તા, જુના માલકનેશ, મોટા જીંજુડા, જાફરાબાદ, સાવરકુંડલા, રોહીસા, બગસરા, અમરેલી, કેરાળા, વંડા વિગેરે સ્થળેથી મળી કુલ 86 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે ખડાધારમાથી જોરૂ નારણ ચૌહાણ, અમરેલી બહારપરામાથી જયપ્રકાશ હરી ગોખલાણી, વિજય પાંચા સાથળીયા, ધવલ વિનુ ટીમાણીયા, ચિતલમાથી વિપુલ મુળજી સોલંકી, કાજલબેન અજય મંદુરીયા, કાજલબેન અનીલ સાટમીયા, ભુખલીસાથળીમાથી શારદાબેન ખોડા જાદવ નામના શખ્સોને દેશીદારૂ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...