આ વખતે 7.15 લાખ મત પડ્યા:જિલ્લામાં 2017 કરતા 85087 મતદાર વધ્યાં પણ આ વખતે 11,246 મત ઓછા પડ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ચૂંટણીમાં જિલ્લામાં 7.26 લાખ મત પડયા હતા

જિલ્લાની પાંચ સીટ માટે ગત ચુંટણી કરતા 11 હજાર મત ઓછા પડયા છે. એક તરફ પાંચ વર્ષના સમયગાળામા જિલ્લામા 85 હજાર મતદારોનો ઉમેરો થયો હતો. આમ છતા પડેલા કુલ મતમા આટલો ઘટાડો દેખાયો છે. અમરેલી જિલ્લામા પાંચ સીટ પર વર્ષ 2017ની ચુંટણી જયારે યોજાઇ ત્યારે 11,74,394 મતદારો નોંધાયેલા હતા.

જે પૈકી 7,26,411 મતદારોએ મતદાન કર્યુ હતુ. પાંચ વર્ષના સમયગાળા પછી 2022ની ચુંટણી આવી ત્યાં સુધીમા અમરેલી જિલ્લામા 85087 મતદારોનો ઉમેરો થઇ ગયો હતો. અને આ ચુંટણીમા જિલ્લામા કુલ 12,59,481 મતદારોને મતાધિકાર હતો. જો કે તે પૈકી 7,15,163 મતદારોએ મતદાન કર્યુ હતુ. આમ જોવા જઇએ તો પાંચ વર્ષના ગાળામા 85087 મતદારોનો ભલે ઉમેરો થયો હોય પણ કુલ પડેલા મત જોઇએ તો ગત ચુંટણી કરતા 11248 મત ઓછા પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...