તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • 80 year old Man Dies From Corona In Amreli, 16 More Cases Reported, 172 Patients Still Under Treatment In The District, Total Number Of Cases At 3251

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:અમરેલીમાં કોરોનાથી 80 વર્ષીય વૃદ્ધનું મોત, વધુ 16 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 172 દર્દીઅો સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3251 પર

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે આજે કોરોનાના નવા 16 કેસ સામે આવ્યા હતા. તો અમરેલીમાં કોરોનાથી 80 વર્ષીય વૃદ્ધનુ મોત નીપજ્યું હતું. અમરેલી જિલ્લામાં તહેવારો બાદ કોરોનાએ ગતિ પકડી છે આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. જ્યારે અમરેલીમાં ચિત્તલ રોડ પર રહેતા એક 80 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નીપજયું હતું. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાએ 38 લોકોનો ભોગ લીધો છે. હાલ 172 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 14 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જિલ્લામાં કોરોનાના દર્દીની કુલ સંખ્યા 3251 પર પહોંચી છે.

સોરઠમાં વધુ 27 ને કોરોના પોઝિટીવ, 33ડિસ્ચાર્જ
સોરઠમાં રવિવારે રવિવારે આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં વધુ 20 ને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ 20 કેસમાં જૂનાગઢ સિટીના 12, કેશોદ તાલુકાના 3, જૂનાગઢ, ભેંસાણ, માળીયા હાટીના, માણાવદર અને વિસાવદર તાલુકામાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે 23 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં હાલ 74 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 526 ઘરના 2,204 લોકોનો સમાવેશ થાય છે.

જ્યારે ગિર સોમનાથમાં રવિવારે વધુ 7 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 10 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હજુ પણ કોરોના સંક્રમણનો ખતરો ટળ્યો ન હોય લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને કામ વગર બહાર ન નીકળે તે જરૂરી છે. જો નીકળવું પડે તેમ હોય તો પણ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરે તે હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો