દુકાન સીલ:અમરેલીમાં ફાયર સેફટી વગરની 80 દુકાન સીલ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવમ પ્લાઝા બિલ્ડીંગ બન્યું ત્યારે ફાયર સેફટીના નિયમો ન હતાં

અમરેલી જિલ્લાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના અધિકારીઓ દ્વારા આજે બપોરે આ કાર્યવાહી કરવામા આવી હતી. થોડા દિવસ પહેલા અહીની મેડિકલ કોલેજને પણ આ મુદે સીલ મરાયુ હતુ. અહીની શિવમ પ્લાઝા બિલ્ડીંગ 2016 પહેલા બનેલી છે તે વખતે હાલના ફાયર સેફટીના નિયમો અમલમા ન હતા. અહી ફાયર સેફટીની પુરતી સુવિધા નથી. તંત્ર દ્વારા અહીના દુકાનદારોને ત્રણ વખત નોટીસ આપવામા આવી હતી. જો કે તે સમયે દુકાનદારો દ્વારા કોઇ જવાબ રજુ કરવાની પણ તસદી લેવામા આવી ન હતી.

દરમિયાન આજે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા અહી બિલ્ડીંગમા આવેલી તમામ દુકાનોને સીલ મારી દેવાયુ હતુ. અહી જુદાજુદા શોરૂમ, જીમ, ગોડાઉન અને અન્ય દુકાનો મળી 80 જેટલી દુકાનો છે. ફાયર સર્વિસના સુત્રોએ જણાવ્યું હતુ કે એક પખવાડીયામા આ સુવિધાઓ ઉભી કરવાના બોન્ડ આપવામા નહી આવે ત્યાં સુધી આ સીલ ખોલવામા નહી આવે.

અન્ય સમાચારો પણ છે...