તાઉ-તે વાવાઝોડું આવ્યાને 80 કરતા વધુ દિવસ વિતી ચૂક્યા છે. તેમ છતા અમરેલી જિલ્લામાં ખેતીવાડી કનેકશનમાં વીજળી ના મળતા ખેડૂતો પરેશાન છે. જિલ્લામાં એકતરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ ખેડૂતો પાસે પાણી હોવા છતા વીજળીના અભાવે પિયત કરી શકતા નથી. ત્યારે તાત્કાલીક વીજપુરવઠો પૂર્વવત થાય તેવી ખેડૂતોની માગ છે. ત્યારે આજે વીજકચેરી પર રજૂઆત માટે ગયેલા ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
પ્રતાપ દૂધાત દ્વારા જો આઠ દિવસમાં પોતાના પ્રશ્નનો હલ ના આવે તો વીજકચેરીને તાળાબંધી સહિતના ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે. આગામી દિવસોમાં વીજ પ્રશ્ને આંદોલનમાં જોડાવા માટે ધારાસભ્યએ ખેડૂતોને પણ અપીલ કરી હતી.
ધારાસભ્ય સભ્યતા ભૂલ્યા!ધારાસભ્ય આજે જ્યારે વીજકચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતા ત્યારે અનેક હેલ્પરને ફોન કર્યા હતા પરંતુ, મોટાભાગના હેલ્પર હાજર ના હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કચેરીમાં કર્મચારીઓની હાજરીમાં જ અપશબ્દોનો ઉપયોગ કરી સભ્યતા ભૂલ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.