ચલાલાના એક શખ્સની ગઇકાલે પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી હતી. બાદમા પોલીસે આજે આ શખ્સના ઘરની બાજુમા પડતર રહેલા મકાનની તલાશી લેતા ઇંગ્લીશ દારૂની 80 બોટલ મળી આવી હતી. જેના કારણે પોલીસે આ શખ્સ સામે વધુ એક ગુનો નોંધ્યો છે. ચલાલાના સાટોડીપરામા રહેતા અવધ ભરતભાઇ જીયાણી નામના શખ્સની ગઇકાલે જ પાસા હેઠળ ધરપકડ કરાઇ હતી. અને અમરેલી એલસીબીએ આ શખ્સને વડોદરા જેલમા ધકેલી દીધો હતો.
દરમિયાન સ્થાનિક પીએસઆઇ એ.વી.સરવૈયા તથા સ્ટાફને આ શખ્સના ઘરની બાજુમા રહેલા પડતર મકાનમા ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના પગલે પોલીસ કાફલો અહી દોડી ગયો હતો અને રૂપિયા 30 હજારની કિમતનો 80 બોટલ ઇંગ્લીશ દારૂ કબજે લીધો હતો. પોલીસે હાલમા જેલમા રહેલા અવધ ભરત જીયાણી સામે વધુ એક ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.