તપાસ:8 લાેકાેના હત્યારાના આશ્રમમાં રાજુલા પાેલીસનું સર્ચ ઓપરેશન

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાલા પાેલીસના ઇન્વેસ્ટિગેશન પર અમરેલી પાેલીસની નજર

રાજુલાના છતડીયામા અાેમ અાનંદગીરીના નામે સાધુ બનીને રહેતાે હરિયાણાનાે સંજીવ નામનાે શખ્સ અાઠ-અાઠ લાેકાેનાે હત્યારાે હાેવાનુ ખૂલ્યા બાદ ગઇકાલે પાેલીસ દ્વારા તેના અાશ્રમમા સર્ચ અાેપરેશન હાથ ધરવામા અાવ્યું હતુ. જાે કે અહીથી પાેલીસને કાેઇ મહત્વપુર્ણ જાણકારી મળી ન હતી. હરિયાણાના હિસાર જિલ્લામા પાેતાના સસરા અેવા પુર્વ વિધાયક અને તેના પરિવારના અાઠ લાેકાેની હત્યામા અાજીવન કેદની સજા ભાેગવતાે સંજીવ નામનાે શખ્સ 2018મા જેલમાથી પેરાેલ પર છુટયા બાદ નાસતાે ફરતાે હતાે. અા શખ્સ છતડીયા ગામે અાેમ અાનંદગીરી નામ ધારણ કરી સાધુ જીવન જીવવા લાગ્યાે હતાે. જાે કે તેની અહીની રહેણીકરણી પણ હાઇફાઇ હતી.

અહીના નાના માેટા સામાજીક કાર્યાેમા હાજરી અાપવા ઉપરાંત ખુદ રાજયપાલની ઉપસ્થિતિમા યાેજાયેલ કૃષિ પ્રદર્શનમા પણ તે કર્તાહર્તા હતાે. તાજેતરમા અંબાલા પાેલીસે તેની મેરઠમાથી ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ જિલ્લા પાેલીસે પણ અા દિશામા તપાસ શરૂ કરી છે અને ગઇકાલે છતડીયા ખાતે અાવેલા અાશ્રમમા સર્ચ અાેપરેશન હાથ ધરાયુ હતુ. જાે કે અહીથી પાેલીસને કાેઇ વાંધાજનક મળ્યું ન હતુ. પાેલીસ અંબાલામા તેની વિરૂધ્ધ થઇ રહેલી તપાસ પર પણ નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...