ફરિયાદ:રાજુલાના બે વેપારી પાસેથી 8 લાખનો રેશનિંગ જથ્થો પકડાયો, મામલતદારે બંને વેપારી સામે ફોજદારી ફરિયાદ નોંધાવી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજુલામા ગત માસમાં યાર્ડમા બે વેપારી પાસેથી આઠ લાખનો ઘઉં, ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયા બાદ આ જથ્થો વ્યાજબી ભાવની દુકાનમા આપવાના અનાજનો હોવાની શંકાના આધારે તપાસ કરતા બંને વેપારીએ ગેરકાયદે રેશનીંગનો જથ્થો જ મેળવ્યાનુ ખુલતા તેમની સામે ફોજદારી ગુનો નોંધ્યો છે.

278 કટ્ટા ઘઉં અને 200 કટ્ટા ચોખાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો
રાજુલાના મામલતદાર કે.આર.ગઢીયાએ ભારત ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા સુરેશ નાગરદાસ તારપરા તથા રાજુલાની મેઇન બજારમા રહેતા અને બાબજી સેલ્સ નામની પેઢી ચલાવતા હુસેન મુખ્તારહુશેન કપાસી સામે આવશ્યક ચિજવસ્તુ ધારા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરેશ તારપરાને ત્યાં તા. 7/11/2020ના રોજ તપાસ કરતા તેની પાસેથી જાહેર વિતરણ વ્યવસ્થાના 278 કટ્ટા ઘઉં અને 200 કટ્ટા ચોખાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી અનાજ અને ટ્રક મળી 4.18 લાખનો શંકાસ્પદ જથ્થાો કબજે લીધો હતો. આવી જ રીતે હુસેન કપાસીને ત્યાં તપાસમાં 3.75 લાખના 500 કટ્ટા ઘઉં મળી આવ્યા હતા. તપાસમાં આ જથ્થો બંનેએ ગેરકાયદે સંગ્રહ કર્યો હતો. વ્યાજબી ભાવની દુકાનમાથી લોકોને આપવાનુ આ અનાજ હોવાનુ સાબિત થતા આખરે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...