ગમખ્વાર અકસ્માત:સાવરકુંડલાના બાઢડા ગામ પાસે દશામાંની પુજા કરી પરિવાર સુતો ત્યાં જ કાળ ત્રાટકતા 8નાં મોત, 4થી વધુ ગંભીર; મૃતકનાં પરિવારજનોને 4 લાખની સહાય

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં 8 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે.
  • ખાળિયામાં ઉતરી ટ્રક 50 મીટર સુધી અટકયાે જ નહી
  • માતા- પિતા ને બે પુત્રીના સાથે અંતિમ સંસ્કાર કરાયા

બાઢડા નજીક કાળમુખા ટ્રકે એકસાથે આઠ-આઠ જીંદગીને કચડી નાખ્યાની ઘટનાને પગલે આ વિસ્તારમા શાેકની કાલીમા છવાઇ છે. ગઇકાલે હેમરાજભાઇ સાેલંકીના પરિવારની મહિલાઅાેએ દશામાંના વ્રતનાે આરંભ કર્યાે હતો. રાત્રે દશામાંની આરતી કર્યા બાદ સમગ્ર પરિવાર બાર વાગ્યા સુધી જાગતો હતો. અને બાદમા સુઇ ગયાે હતો. પરંતુ અઢી વાગ્યે રાેડ પરથી નીચે ઉતરી આવેલાે ધસમસતો ટ્રક તેમના પર ફરી વળ્યાે હતો. અને આઠ લાેકાે કચડાઇ ગયા હતા.

ચાલકનાે ટ્રક પર કાેઇ જ કાબુ ન હતાે. કારણ કે ખાળીયામા ઉતર્યા બાદ પણ ટ્રક પુરપાટ દાેડતો રહ્યાે હતો અને આ લાેકાેને હડફેટે લીધા બાદ 50 મીટર દુર રાેડના કાંઠે રહેલી એક હાેટેલની પાછળની દિવાલે અથડાઇ ઉભાે રહી ગયાે હતો. ટ્રક ચાલકને કાેઇ જ ઇજા પહાેંચી ન હતી. તે અહી એકઠા થઇ ગયેલા લાેકાેની વચ્ચે જ હાજર રહ્યાે હતાે. બાદમા પાેલીસે તેની ધરપકડ કરી હતી. 108ની છ ટીમાે મધરાતે સતત દાેડતી રહી હતી. અમરેલી સિવીલમાથી મૃતદેહેાને ઘરે પહાેંચાડવા મનીષભાઇ, મુન્નાભાઇ ખાન, વિકી ચાવડા નામના એમ્બ્યુલન્સ ચાલકાેએ વિનામુલ્યે સેવા પુરી પાડી હતી. બીજી તરફ રાત્રે અમરેલીના તમામ છ લાેકાેની એકસાથે અંતિમવિધી કરાઇ હતી

આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને તેમનાં પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
મળતી માહિતી પ્રમાણે, મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એ ઝૂંપડાં તરફ ધસી ગઈ હતી અને ત્યાર બાદ 8 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડાં બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

બેકાબૂ ટ્રક અકસ્માત બાદ ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી.
બેકાબૂ ટ્રક અકસ્માત બાદ ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી.

અકસ્માત સર્જનાર ટ્રક રોંગસાઈડમાં આવ્યો હોવાનો ખુલાસો
અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક 8 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી ડ્રાઈવરને પોલીસે ઘટના સ્થળેથી વહેલી સવારે જ ઝડપી પાડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકે પોતાની ટ્રક રોંગસાઈડમાં ચલાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર હતભાગીઓ
1.) વિરમભાઈ છગનભાઇ રાઠોડ ઉ.વ.આ.35
2.) નરશીભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 60
3.) નવઘણભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 65
4.) હેમરાજભાઈ રધાભાઈ સોલંકી ઉ.વ.આ.37
5.) લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 30
6.) સુકનબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ. 13
7.) પૂજાબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 8
8.) લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ 20

અકસ્માતમાં ઇજાગ્રસ્ત
1.) લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.3
2.) ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.7

મળવા આવેલા ભાઇને પરાણે રાેકયાે અને માેત મળ્યું
મૃતક નવઘણભાઇ સાંખલા રાજુલામા રહે છે અને ગઇકાલે બપાેરે બાઢડામા પાેતાના ભાઇ નરશીભાઇને મળવા આવ્યા હતા. તેઓ સાંજે નીકળી જવાના હતા પરંતુ ભાઇએ પરાણે રાત રાેકી લીધા હતા. અા અકસ્માતમા બંને ભાઇનુ માેત થયુ હતુ.

મૃતક કિશાેરીની 5 દિવસ બાદ સગાઇ થવાની હતી
ઘટનામા માેતને ભેટેલી શુકનબેન હેમરાજભાઇ સાેલંકીની કેશાેદ ખાતે સગાઇ નક્કી કરવામા આવી હતી. પાંચ દિવસ બાદ તેની સગાઇ કરવાની હતી પરંતુ કાળને તે મંજુર ન હતુ.

ઘાયલ બાળકાેને મળશે 16 લાખ
હેમરાજભાઇ અને તેમના પત્ની તથા બે પુત્રીના આ ઘટનામા માેત થયા છે. જયારે તેમના બે પુત્રાે ગીલી (ઉ.વ.7) અને લાલાે (ઉ.વ.3) ઇજાગ્રસ્ત થયા છે. દરેક મૃતકના પરિવારને ચાર લાખની સહાય જાહેર થઇ હાેય આ બાળકાેને 16 લાખની સહાય મળશે.

ટ્રક ચાલક સામે ગુનાે નાેંધાયાે
મૃતક નરશીભાઇ તથા નવઘણભાઇના બગસરા ખાતે રહેતા મામાના દીકરા હિરાભાઇ છગનભાઇ રાઠાેડે આ જીવલેણ અકસ્માત અંગે રાજકાેટના ટ્રક ચાલક પ્રવિણ પરમાર સામે સાવરકુંડલા રૂરલ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી.

1 શ્વાનનું માેત, સદ્દનસીબે 15 બળદ પણ બચી જતાં રોજીરોટી ન છીનવાઇ

આ પરિવારાે બળદની લેવેચ પણ કરતા હાેય આસપાસમા 15 બળદ બાંધેલા હતા. જાે કે ટ્રક એ રીતે પસાર થયાે કે તમામ બળદ બચી ગયા હતા. પરિવારની બાજુમા જ ખુલ્લામા સુતેલાે એક શ્વાન ટ્રક હડફેટે ચડતા તે પણ માેતને ભેટયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...