જુગારીઓમા ફફડાટ:શેડૂભાર, કુંડલીયાળામાંથી જુગાર રમતા 8 ઝડપાયા

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોલીસે બંને સ્થળેથી 29 હજારની મતા કબજે લીધી

અમરેલી જિલ્લામાં જુગારની બદીને ડામવા પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસે અમરેલીના શેડૂભાર અને રાજુલાના કુંડલીયાળામાથી આઠ જુગારીને ઝડપી લઇ 29 હજારની મતા કબજે લીધી હતી. અમરેલી તાલુકાના શેડૂભારમા જાહેરમા જુગાર રમી રહેલા રાજુ ઓધવજીભાઇ જાદવ, નનુ બચુભાઇ શીરોળીયા, દયાળ મનજીભાઇ ગોરાસવા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી 10620ની મતા કબજે લીધી હતી.

જ્યારે રાજુલાના કુંડલીયાળામા જાહેરમા જુગાર રમી રહેલા આણંદ શુકલભાઇ હડીયા, વિનુ જીણાભાઇ સોલંકી, રાહુલ કિશોરભાઇ વાળા, રામજી ભીખાભાઇ રાઠોડ અને સુરેશ ધનજીભાઇ બારૈયા નામના શખ્સોને પોલીસે ઝડપી લઇ 18610નો મુદામાલ કબજે લીધો હતો. પોલીસના દરોડાથી જુગારીઓમા ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...