તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:અમરેલી નવા બસ સ્ટેન્ડની 78 ટકા કામગીરી પૂર્ણ, જૂન માસમાં લોકાર્પણ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરીવાસીઓ છેલ્લા ત્રણ વર્ષની નવા બસ સ્ટેશનની રાહ જોઇ રહ્યાં છે

અમરેલીમાં નવા બસ સ્ટેન્ડની 78 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી જૂન માસના પ્રથમ અઠવાડિયામાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાશે. શહેરવાસીઓ છેલ્લા ત્રણ વર્ષથી નવા બસ સ્ટેન્ડની રાહ જોઈ રહ્યા છે.અમરેલીમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા 45 કરોડના ખર્ચે 4 માળના નવા બસ સ્ટેન્ડના નિર્માણની કામગીરી શરૂ કરાઇ હતી. અહીં પ્રારંભિક તબક્કામાં કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી અમરેલી વાસીઓ નવા બસ સ્ટેન્ડની રાહ જોઈ રહ્યા છે. ત્યારે નિર્માણ પામી રહેલા નવા બસ સ્ટેન્ડની કામગીરી 78 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

અમરેલી એસટી ડિવિઝનના બાંધકામ શાખાના ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલ નવા બસ સ્ટેન્ડની 22 ટકા કામગીરી બાકી છે. અહીં પ્લાસ્ટરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જુના માસના પ્રથમ અઠવાડિયામાં બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ ફ્લોર પર એસટીની સેવા કાર્યરત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો