ગયા વર્ષે ધોરણ 12 સાયન્સમા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ આ વર્ષે આજે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવતા અમરેલી જિલ્લાનુ પરિણામ 77.94 ટકા ઉજ્જવળ પરિણામ આવ્યું હતુ. એટલુ જ નહી લાઠી કેન્દ્ર સમગ્ર રાજયમા પ્રથમ ક્રમે રહ્યું હતુ. લાઠી કેન્દ્રનુ પરિણામ 96.12 ટકા આવ્યું હતુ.
શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ તેની વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લાના 77.94 ટકા છાત્રો બોર્ડની પરીક્ષા પાસ કરવામા સફળ રહ્યાં છે. અમરેલી જિલ્લાના 3 છાત્રોએ તો એ-1 ગ્રેડ પણ મેળવ્યો છે. અમરેલી જિલ્લામા ધોરણ 12 સાયન્સ પ્રવાહમા 1484 છાત્રો પૈકી 1478 છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 1152 છાત્રો ઉર્તિણ થયા હતા. જયારે 332 છાત્રો નાપાસ થયા હતા.
સવારથી જ છાત્રોએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાણવા પડાપડી કરી મુકી હતી. અમરેલી કેન્દ્રનુ પરિણામ 82.20 ટકા આવ્યુ હતુ. જયારે સાવરકુંડલા કેન્દ્રનુ 70.07 ટકા અને બગસરા કેન્દ્રનુ 58.25 ટકા રહ્યું હતુ. જયારે લાઠીનુ 96.12 ટકા પરિણામ આવ્યું હતુ. અહીની કલાપી હાઇસ્કુલના છાત્રો ઉર્તિણ થતા વાલીઓ, છાત્રો અને શિક્ષકોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને છાત્રોના મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવવામા આવી હતી. લીલીયાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનુ વિજ્ઞાન પ્રવાહનુ 70 ટકા પરિણામ આવ્યું હતુ. શાળામા સોળીયા હેતુ હરેશભાઇએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તસવીર - વિશાલ ડોડીયા
અમરેલી જિલ્લો રાજયમાં 9માં ક્રમે
સમગ્ર રાજયમાં અમરેલી જિલ્લાનું પરિણામ 9મા ક્રમે રહ્યું હતુ. રાજયના માત્ર આઠ જ જિલ્લામા અમરેલી જિલ્લા કરતા વધુ પરિણામ હતુ. જામનગર, જુનાગઢ, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લાનુ પરિણામ અમરેલી જિલ્લા કરતા વધુ હતુ.
જિલ્લાના કયા કેન્દ્રનું કેવુ પરિણામ
કેન્દ્ર | છાત્રો | પાસ | નાપાસ | ટકા |
અમરેલી | 871 | 716 | 158 | 82.2 |
સાવરકુંડલા | 284 | 199 | 88 | 70.07 |
બગસરા | 194 | 113 | 81 | 58.25 |
લાઠી | 129 | 124 | 5 | 96.12 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.