મતદાન મથક તૈયાર:7,725 કર્મચારીઓને બુથ પર રવાના કરાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસ્પેચીંગ સેન્ટર પર સવારથી જ ચૂંટણીની સાધન સામગ્રી આપવાનું શરૂ કરી દેવાયું હતું બપોર થતા સુધીમાં સ્ટાફ બુથ પર પહોંચી ગયો

આવતીકાલે સવારથી મતદાન શરૂ થાય તે પહેલા અમરેલી જિલ્લાની પાંચ સીટના 1412 બુથ પર આજે ચુંટણી ફરજના સ્ટાફને રવાના કરી દેવાયો હતો. તમામ બુથ માટેની જરૂરી સાધન સામગ્રી અને ઇવીએમ, વીવીપેટ સાથે આ સ્ટાફને બસ મારફત તેમના બુથ પર પહોંચાડાયો હતો. અમરેલી વિધાનસભા સીટ માટે અહીની પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે આજે સવારમા જ સ્ટાફને પહોંચી જવા સુચના અપાઇ હતી. જે અનુસાર અમરેલી સીટના ફરજ પરનો સ્ટાફ કોલેજ ખાતે પહોંચી ગયો હતો.

સવારથી જ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમા બુથ પરના કર્મચારીઓને મતદાન યોજવા માટેની જરૂરી તમામ સાધન સામગ્રી, ઉપકરણો અને સ્ટાફે ભરવાના જરૂરી ફોર્મ વિગેરેનુ વિતરણ કરવામા આવ્યું હતુ. ત્યારબાદ એસટી બસ મારફત નિશ્ચિત કરાયેલા રૂટોમા આ કર્મચારીઓને તેમના ફરજ પરના બુથ ખાતે પહોંચાડવામા આવ્યા હતા.

જે તે બુથ પર સુરક્ષા કર્મચારીઓ અગાઉથી જ પહોંચી ગયા છે. આવી જ રીતે ધારી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા સીટ પરના ચુંટણી ફરજ પરના કર્મચારીઓને પણ તેમના બુથ પર પહોંચાડાયા છે. જેઓ રાતવાસો તેમના બુથના સ્થળે જ કરશે. અને સવારમા મતદાનનો સમય થાય તે પહેલા ઇવીએમ અને વીવીપેટની ચકાસણી પણ કરશે.

સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરાવ્યા બાદ આ સ્ટાફ ફરી તમામ સાધન સામગ્રી સાથે તે જ એસટી બસના રૂટ પર પરત રીસીવીંગ સેન્ટર પર પહોંચશે અને તમામ ઉપકરણો અને સાધનો પરત જમા કરાવશે. ઇવીએમ અને વીવીપેટ ત્યારબાદ સ્ટ્રોંગરૂમમા સીલ કરી દેવાશે. અને 8મી ડિસેમ્બરના રોજ મત ગણતરી વખતે સ્ટ્રોંગરૂમમાથી બહાર કઢાશે.

સવારના 8 થી સાંજના 5 સુધી મતદાન
અમરેલી જિલ્લાની પાંચ સીટ માટે આવતીકાલે સવારે મતદાનની શરૂઆત સવારના 8 કલાકે કરવામા આવશે. અને સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. ઠંડીનુ મોજુ ચાલી રહ્યું હોય બપોરના સમયે સૌથી વધુ મતદાન થવાની શકયતા છે.

સખી બુથ પર પોલીંગ સ્ટાફનંુ સ્વાગત

અમરેલીમા સખી મતદાન મથક પર આજે મહિલા કર્મચારીઓ ફરજ પર પહોંચ્યા હતા. અહી શાળાના છાત્રો દ્વારા પોલીંગ સ્ટાફનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતુ.

2114 વીવીપેટનો ઉપયોગ થશે
અમરેલી જિલ્લામા 1412 મતદાન મથક તૈયાર કરાયા છે. આ બુથ પર 2114 વીવીપેટનો ઉપયોગ કરવામા આવશે. બગસરા વિસ્તારમા 407, અમરેલી સીટ પર 451, લાઠી સીટ પર 359, સાવરકુંડલા સીટ પર 443 અને રાજુલા સીટ પર 454 વીવીપેટનો ઉપયોગ થશે.

વડિયાનું તાલાળીમાં ઇકો ફ્રેન્ડલી બુથ

​​​​​​​વડીયા તાલુકાના તાલાળી ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનાવાયુ છે. જયારે નવા બાદનપર અને ખાખરીયા ખાતે સખી મતદાન મથક બનાવવામા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...