અમરેલી જિલ્લામા ભીમ અગીયારસ પર ઠેકઠેકાણે જુગારના હાટડા જમાવીને બેઠેલા શખ્સો સામે પોલીસે તવાઇ બોલાવી હતી. પોલીસે જિલ્લામા 14 સ્થળેથી 77 જુગારીને ઝડપી લઇ 3.77 લાખનો મુદામાલ કબજે લીધો હતો.
પોલીસે રાજુલાના રામપરા-1મા બીજલ નાનજીભાઇ ભાલીયા, દેવકુભાઇ રામભાઇ ભુકણ, શેલારભાઇ દેહાભાઇ, કથુભાઇ સહિત 11 શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ 14020ની મતા કબજે લીધી હતી. જયારે માંડળ ગામેથી ભુપત બાકાભાઇ બાંભણીયા, વાલજી પુંજાભાઇ વાળા, મોહન નાનજીભાઇ, વાલજી આતુભાઇને જુગાર રમતા ઝડપી લીધા હતા.
આ ઉપરાંત એલસીબી પોલીસે મોટા સમઢીયાળામા જાહેરમા જુગાર રમી રહેલા સુરા બાલાભાઇ ચારોલીયા, સંજય જીતુભાઇ પરમાર, ભરત ભાયાભાઇ ખાટરીયા સહિત છ શખ્સોને ઝડપી લઇ 54780નો મુદામાલ કબજે લીધો હતેા. જયારે અમરેલીમાથી સલીક અલારખભાઇ સોલંકી, રમેશ નારણ ચોટલીયા, ગીરધર ભીમજી સતાણીને જુગાર રમતા ઝડપી લીધા હતા.
આ ઉપરાંત અહીના જડેશ્વરનગરમાથી મનીષ નાનાભાઇ હુદડ, નાજભાઇ વાળા, સુજીતભાઇ ધાધલ, હરેશભાઇ વાળા, રઘુભાઇ ધાધલ, નિરૂભાઇ ગીગૈયા, અશ્વિનભાઇ મહેતાને પણ જુગાર રમતા ઝડપી લઇ 24330નો મુદામાલ કબજે લીધો હતો.પોલીસે રાજુલાના વાવડીમાથી દલપેશ મનસુખ ચારોલા સહિત ત્રણ શખ્સોને 2010ની મતા સાથે તેમજ રાજુલામા ગીરીશ જેઠા સોલંકી સહિત પાંચ શખ્સોને જયારે અમુલીમાથી હનીફ કાદર કલાણીયા સહિત છ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.