અમરેલી જિલ્લામાં 73 મૃતક ખાતેદારોના વારસદારોને 1.46 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. ખેડૂત અકસ્માત વિમા યોજના અંતર્ગત મૃતક દિઠ બે લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ સહાય ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં રકમ ચુકવી દેવામાં આવી છે.
જિલ્લામાં 73 ખેડૂતોના આકસ્મિત તથા અકસ્માતે મૃત્યુ થયા હતા. ત્યારે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કાળુભાઈ ફીડોળીયાના પ્રયાસોથી તેઓના પરિવારજનોને ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજના અંતર્ગત મૃતક દિઠ બે લાખ પેટે 1.46 કરોડની સહાય સરકારમાંથી મંજુર કરાવી હતી.
જિલ્લાના 73 મૃતક ખેડૂતોના વારસદારને ડીબીટીના માધ્યમથી સીધી ખાતામાં ચુકવવામાં આવી હતી. જેમાં મોરવાડા, નાની ખેરાળી, છતડીયા, વાડળીયા, ચલાલા, અમરેલી, ચીખલી, ફુલઝર, ડુંગર, ત્રંબોડા, હાથીગઢ સહિતના ગામના મૃતક ખેડૂતના વારસદારને સહાય ચૂકવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.