તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોન્ચીંગ:70 વર્ષ 70 કદમ આજે ભારત નિર્માણના ઇ-બુકનું લોન્ચીંગ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રિય મંત્રીઓ દ્વારા લોન્ચીંગ કરાશે

પ્રધાનમંત્રીના 70મા જન્મદિન નિમીતે અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી કાૈશિક વેકરીયાએ તૈયાર કરેલી ઇ-બુકનુ આવતીકાલે કેન્દ્રીય મંત્રીઓ સહિતના આગેવાનો દ્વારા લોન્ચીંગ કરવામા આવશે.70 વર્ષ 70 કદમ ભારત નિર્માણના નામની આ ઇ-બુક જિલ્લા ભાજપના મહામંત્રી કાૈશિકભાઇ વેકરીયાએ તૈયાર કરી છે. જેમા તેમણે નરેન્દ્ર મોદીના જીવન સફરની 70 ઘટનાઓને આવરી લીધી છે. આ બુકમા એવા નિર્ણયો, પ્રસંગો અને યોજનાઓને સાંકળવામા આવી છે. જે દેશના લોકોના જનજીવનમા સુખાકારી લાવવામા નિર્ણાયક બની છે.કાૈશિક વેકરીયાએ જણાવ્યું હતુ કે આવતીકાલે 17 તારીખે બપોરે દોઢ કલાકે ઇ-બુકનુ લોન્ચીંગ કરાશે. કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા અને મનસુખભાઇ માંડવીયા ઉપરાંત હકુભા જાડેજા, ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, ધનસુખભાઇ ભંડેરી, મહેશભાઇ કસવાલા, હિરેનભાઇ હિરપરા વિગેરેની ઉપસ્થિતિમા ઇ-બુક લોન્ચ થશે.

અન્ય સમાચારો પણ છે...